Sunday, September 22, 2024

ચણાની ટેકાના ભાવની ખરીદીમાં ગેરરીતી કરનાર સામે કડક કાર્યવાહી હાથ ધરાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાવેતર અંગેના ખોટા દાખલા જેવી ગેરરીતિ માટે ખેડૂતો, સહકારી મંડળી, તલાટી મંત્રી વગેરે સામે પગલા ભરવામાં આવશે

મોરબી : ચાલુ વર્ષે સરકાર દ્વારા ટેકાના ભાવની યોજના હેઠળ ચણાની ખરીદી કરવામાં આવી રહી છે ત્યારે આ ખરીદીમાં તકનો ગેરલાભ લઈ કેટલાક તત્વો ગેરરીતિ આચરતા હોવાનું જણાતાં રાજ્ય સરકારે કડક ચેતવણી આપી છે. આ ઉપરાંત વાવેતર અંગેના ખોટા દાખલા જેવી ગેરરીતિ ખુલશે તો ખેડૂતો, સહકારી મંડળી, તલાટી મંત્રી વગેરે સામે પગલા ભરવામાં આવશે.

ખેડૂતોને વાવેતર વગર વેચાણમાં ગેરલાભ ઉઠાવવાના પ્રયાસ બદલ કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની તમામ યોજનાઓમાં પાંચ વર્ષ માટે પ્રતિબંધ કરવામાં આવશે તેમ જણાવીને મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીએ ઉમેર્યું છે કે, આ તમામ કિસ્સાઓમાં ટેકાના ભાવે ખરીદાયેલ ચણાના જથ્થાની કિંમતનું ચુકવણું પણ કરવામાં આવશે નહીં. આ ઉપરાંત ખરીદી માટે ગુજકોમાસોલ દ્વારા નિયુક્ત થયેલ સહકારી મંડળીને આગામી બે વર્ષ માટે ટેકાના ભાવે ખરીદી માટે પ્રતિબંધિત કરવામાં આવશે તથા સહકારી વિભાગની અન્ય યોજનાઓમાં લાભ માટે પ્રતિબંધિત કરવામાં આવશે. ગામોમાં વાવેતરના ખોટા અપાયેલ દાખલાઓ માટે સબંધિત તમામ તલાટી કમ મંત્રીઓ સામે પણ વહીવટી પગલા ભરવામાં આવશે.

સરકારી યોજનાઓમાં ગેરરીતિ સબબ સરકાર ખૂબ જ ગંભીર છે અને કડકમાં કડક પગલાં ભરવા કટિબદ્ધ છે. પરિણામે સાચા ખેડૂતોને પૂરેપૂરો લાભ મળે અને તકનો ગેરલાભ ઉઠાવનાર વ્યક્તિઓ સામે સરકાર દ્વારા લેવાયેલ કડક પગલાને લીધે ગેરલાભ અટકશે તેમ જિલ્લા ખેતીવાડી આધિકારી દ્વારા જણાવાયું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર