ગેસનાં ભાવો ઘટાડવા સિરામિક ઉદ્યોગકારો એ કરી રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજા ને રજુઆત
ડોમેસ્ટિક માર્કેટ અને એક્સપોર્ટમાં હાલ મંદી નો માહોલ સિરામિક ઉધોગ ચલાવવો મુશ્કેલ થઈ રહ્યો છે
મોરબી:લાખો લોકો ને રોજગારી પુરી પાડતો દુનિયા નો સૌથી મોટો અને બીજા નંબર નો ઉધોગ તેમજ સરકાર ને સૌથી વધુ વિદેશી હૂંડિયામણ રળી આપનારો સિરામિક ઉદ્યોગ હાલ મુશ્કેલ પરિસ્થિતિ નો સામનો કરી રહ્યો છે ત્યારે વારે ઘડીએ ગેસ કંપની દ્વારા ભાવવધારો ઝીંકવામાં આવતા હાલના તબક્કે સિરામિક ઉદ્યોગ ચલાવવો મુશ્કેલ થઈ રહ્યો હોય આ બાબતે રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજા ને ઉધોગપતિઓ દ્વારા વિગત વાર રજુઆત કરવામાં આવી હતી
મોરબી સીરામીક ઉધોગમાં હાલ ઘેરી મંદી પ્રવર્તી રહી છે. જેમાં હાલ ડોમેસ્ટિક માર્કેટ અને એક્સપોર્ટમાં મંદીને કારણે ટાઇલ્સની માંગમાં ઘટાડો થયો હોય ઉપરથી છેલ્લા છ મહિનામાં ગેસના ભાવ ઉપરાઉપરી વધતા સીરામીક ઉધોગના અસ્તિત્વ સામે પડકાર ઉભો થયો હોવાથી ગેસના ભાવો ઘટાડવા માટે મોરબી સીરામીક એસોસિએશન દ્વારા રાજયમંત્રીને રજુઆત કરતા તેમણે આ પ્રશ્નનો ઉકેલ લાવવા હકારાત્મક અભિગમ દર્શાવ્યો છે.
મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું કે, હાલ બિલ્ડીંગ મટીરીયલમા લોખંડ, સિમેન્ટ, ઈંટો વગેરે મટીરીયલના ભાવમા અતિશય વઘારો થતા બાંઘકામ ક્ષેત્રેમા તેની માઠી અસર પડતા ડોમેસ્ટીક બજારમા છેલ્લા ૪-૫ મહિનાથી સીરામીક ટાઈલ્સ અને સેનેટરીવેરની માંગ ૪૦ % જેવી ઘટી ગઈ છે તેમજ એક્સપોર્ટમા છેલ્લા ૧૦-૧૨ મહિનાથી શીપીંગલાઈનના ભાડા અતિશય વઘી જવાથી એક્સપોટઁમા પણ ઘટાડો થયો છે, હાલ ચાલી રહેલા રશિયા અને યુક્રેનના યુઘ્ઘના કારણે છેલ્લા 6 મહિનામાં ગુજરાત ગેસમાં બમણાથી વધુ ભાવ વધારો થયેલ હોવાથી ટાઈલ્સ અને સેનેટરીવેરમા ઉત્પાદન કોસ્ટ ખુબજ વઘવાથી ચાઈના સામે વૈશ્ર્વિક લેવલે એક્સપોર્ટમાં પણ ટકી રહેવુ એક મોટી મુશ્કેલી છે, માટે ઉદ્યોગોને હાલની આવી સમસ્યામા બજારમા ટકી રહે તે માટે ગેસના ભાવ ઘટે તે ખુબ જ જરુરી છે તે માટે રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજાને મોરબીના સર્કિટ હાઉસ ખાતે રૂબરૂ મળી સીરામીક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા તેમજ ઉઘોઁગકારોએ વિગતવાર રજુઆત કરી હતી. રાજયમંત્રીએ આ પ્રશ્નોનો ઉકેલ લાવવામાં હકારાત્મક અભિગમ સાથે આ બાબતે યોગ્ય કરવાનું જણાવ્યુ હતું.પરતુ સરકારે એક વાર વધારેલા ભાવો માં ફરીથી ઘટાડો થતો હોય તેવું બહું ઓછું જોવા મળે છે આવનારા દિવસોમાં સરકાર સિરામિક ઉદ્યોગ ને રાહત આપવા શું પગલાં લે છે તેનાં પર સીરામિક ઉધોગ ની મીટ મંડાઇ છે