રાજ્યના ઈતિહાસમાં એક ઐતિહાસિક ઘટના થવા જઈ રહી છે. જેમાં એક સાથે 20થી વધુ અધિકારીઓ IPS માટે નોમિનેટ થવા જઈ રહ્યા છે.
ગુજરાત રાજ્યમાંથી IPS સર્વિસ જોઈન કરનારી સંખ્યામાં વધારો થઈ રહ્યો છે એક સમય એવો હતો કે કોઈ ગુજરાતી વ્યક્તિ ભાગ્યેજ IPSમાં પસંદગી પામતા હતા. પણ હવે સમયાંતરે સમય પણ બદલાયો છે. હવે આ પોસ્ટમાં ગુજરાતીઓની સંખ્યામાં વધારો થયો છે.મીડીયાના અહેવાલ મુજબ વર્ષ 2011ની બેચમાં DySpની પોસ્ટ પર ભરતી થયેલા 25 અધિકારીઓની IPS નોમિનેશનની ક્લિયરિંગ પ્રક્રિયા પૂર્ણ થઈ છે, હવે આવનારા સમયમાં 20થી વધુ ગુજરાતી અધિકારીઓ રાજ્યમાં IPSની પોસ્ટ પર ફરજ બજાવશે. આ પહેલા ગુજરાત કેડરના ચાર IPS અધિકારી સજ્જન સિંહ વી પરમાર, અશોક મુનિયા, મયૂર ચાવડા અને ઉષા રાડાને IPS કેડર ફાળવવામાં આવી હતી
મોરબી: હાલમા રમજાન માસ ચાલી રહ્યો છે તે દરમ્યાન મુસ્લિમ બિરાદરો રમજાન માસ દરમિયાન રોજા રાખી રહ્યા છે અને મસ્જિદોમાં નમાજ તરાવીહ પડી રહ્યા છે રમજાન માસ દરમિયાન વહેલી સવારે ૦૫:૦૦ વાગ્યા થી ખાવા પીવાનુ બંધ કરીને સાંજ ના ૦૭:૦૦ વાગ્યા પછી ખાઈ પી શકાય છે આમ ૧૪ કલાક...
ટંકારા: હાલમાં આઇપીએલ ટુર્નામેન્ટ શરૂ થવાની સાથે સટોડિયા પણ બજારમાં આવી રહ્યા છે ત્યારે ટંકારા તાલુકાના મીતાણા ગામે મોબાઈલમાં SRH &DC ની IPL ના લાઈવ મેચમાં રન ફેરનો સટ્ટાનો જુગાર રમતા એક ઈસમને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય બે ઇસમોના નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ...