મોરબી: ગુજરાત વિધાનસભા ચુંટણી ટુંક સમયમાં યોજાવાની છે ત્યારે ચુંટણી જાહેરાત થાય તે પહેલાં દરેક વર્ગને રીઝવવા માટે સરકાર પ્રયાસો કરી રહી હોય તેમ ભેટ આપવામાં આવી રહી છે ત્યારે દિવાળી પહેલાં મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં રૂ. 05 નો ઘટાડો કરવામાં આવ્યો છે જેથી સિરામિક ઉધોગને રાહત મળી છે.
મોરબીના સિરામિક ઉદ્યોગ દ્વારા ઓગસ્ટ માસમાં એક મહિના માટે વેકેશન રાખવામાં આવ્યું હતું ત્યારબાદ પણ તમામ યુનિટો શરુ થયા ના હોય તેથી મોરબી સિરામિક એસોસિએશનના હોદેદારો દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી હતી. એટલું જ નહિ પ્રોપેન ગેસ તરફ પણ અનેક ફેક્ટરીઓ વળી હોય ત્યારે હવે વિધાનસભા ચુંટણી નજીક છે ત્યારે દિવાળી પર્વે ગુજરાત ગેસ કંપનીએ ગેસના ભાવમાં 05 ઘટાડવાનો નિર્ણય કર્યો છે અગાઉ 3 મહિનાના એમજીઓ કરનાર કંપનીને 63 રૂપિયાનો ગેસ મળતો હતો તે હવે 58.15 રૂપિયાના ભાવથી મળશે અને 1માસના એમજીઓ કરનાર ફેક્ટરીને 1.50 રૂપિયા વધુ ભાવ ચુકવવા પડશે અને તેવી કંપનીએ 59.65 રૂપિયા ભાવ ચુકવવા પડશે.
ગુજરાત ગેસ કંપની દ્વારા સિરામિક ઉધોગને સત્તાવાર જાણ કરી ભાવઘટાડા અંગે જણાવ્યું છે અને નવો ભાવ આજથી જ લાગુ થઇ જશે જેથી સિરામિક ઉદ્યોગને હાલ પુરતી રાહત મળી છે અને દિવાળી ભેટ મળી છે ઘણા સમયથી સતત ભાવવધારો કર્યા બાદ આખરે ગેસ કંપનીએ ગેસનો ભાવ ઘટાડતા ઉધોગકારોમાં ખુશી જોવા મળી રહી છે. તેમજ આ ભાવ ઘટાડાથી સિરામિક ઇન્ડસ્ટ્રીઝને મહિને દહાડે કરોડો રૂપિયાનો ફાયદો થનાર હોવાનું સતાવાર રીતે જાહેર કરાયું છે.
ટંકારા તાલુકાના લજાઈ ગામ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈના સંયુક્ત ઉપક્રમે લજાઈ ગ્રામ પંચાયત ખાતે એક્સ રે તથા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું.
જેમાં મેડીકલ ઓફિસર MPHS,MPHW, CHO, FHW તેમજ આશા વર્કર બહેનોના સહયોગથી આ કેમ્પ યોજાયો હતો જેમાં અંદાજે 100 લોકોના એક્સ રે કરવામાં આવેલ અને અન્ય લોકોનુ...
મોરબી જિલ્લાની સરકારી કચેરીઓમાં અધિકારીઓએ લીધી આકસ્મિક મુલાકાત; 27 કર્મચારીઓ ગેરહાજર
મોરબી જિલ્લામાં આવેલી વિવિધ વિભાગોની જિલ્લા કક્ષાની કચેરીઓમાં કર્મચારીઓ તથા અધિકારીઓ સમયસર આવે છે કે નહી તેની ચકાસણી કરવા બાબતે નાયબ કલેક્ટર તથા પ્રાંત અધિકારી હળવદ અને પ્રાંત અધિકારી મોરબીની અધ્યક્ષતામાં કુલ-૦૪ ટીમો બનાવીને આજે સવારે ૧૦.૩૦ એ તપાસણી...