ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીના થોડાક જ મહિનાઓ બાકી છે ત્યારે વિધાનસભાની ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસે તેમની ગતિવિધિ તેજ કરી દીધી છે.
રાજ્યમાં પ્રદેશ કોંગ્રેસના નવા 25 ઉપ પ્રમુખ, 75 જનરલ સેક્રેટરી અને 19 શહેર/ જિલ્લા પ્રમુખની વરણી કરવામાં આવી છે. આ બધા નેતાઓ જમીની સ્તરે જઈ કોંગ્રેસને મજબૂત કરશે.ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંત સુધીમાં યોજાઈ શકે છે. જેને લઈ ભાજપ-કોંગ્રેસ સહિતની પાર્ટીઓ પૂરી તૈયારીમાં લાગી ગઈ છે. ઉપરાંત કોંગ્રેસને તાજેતરમાં યોજાયેલી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર મળી છે. જેથી કોંગ્રેસ માટે ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગ્નીપરીક્ષા સામેલ થશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા માગશે. જેને લઈ પ્રદેશ કોંગ્રેસનું જમ્બો માળખુ જાહેર થયું છે.
