Monday, January 13, 2025

ગુજરાતમાં ગુજરાત સરકારે’ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મને ટેક્સ ફ્રી કરી હોવાની જાહેરાત કરી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ગુજરાતના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મને રાજ્યમાં કરમુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે. આ ફિલ્મમાં કાશ્મીરના ઇતિહાસને દર્શાવવામાં આવ્યો છે. તેમજ કાશ્મીરી પંડિતોને 1990ના વર્ષમાં કઇ રીતે ઘરમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા, તે વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે. હરિયાણા અને મધ્ય પ્રદેશ સરકારે પણ ધ કશ્મીર ફાઇલ્સને ટેક્સ ફ્રી જાહેર કરી છે.આ ફિલ્મની શરૂઆત જ રૂંવાડા ઉભા કરી દે તેવી છે.

વિવેક અગ્નિહોત્રી ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ લઈને આવ્યા છે, જેમાં તેમણે 90ના દાયકામાં કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો અને હિંદુઓના નરસંહાર અને હિજરતની વાર્તા દર્શાવી છે. આ ફિલ્મમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી જેવા દિગ્ગજ કલાકારો છે, પરંતુ સાથે જ પલ્લવી જોશી અને દર્શન કુમાર જેવા અનુભવી કલાકારો પણ ફિલ્મમાં જોવા મળશે.ફિલ્મ  ની વાર્તા કાશ્મીરના શિક્ષક પુષ્કરનાથ પંડિત (અનુપમ ખેર)ના જીવનની આસપાસ ફરે છે. કૃષ્ણ (દર્શન કુમાર) તેમના દાદા પુષ્કરનાથ પંડિતની છેલ્લી ઈચ્છા પૂરી કરવા દિલ્હીથી કાશ્મીર આવે છે. કૃષ્ણ તેમના દાદાના શ્રેષ્ઠ મિત્ર બ્રહ્મા દત્ત (મિથુન ચક્રવર્તી) પાસે રોકાય છે. તે દરમિયાન પુષ્કરના અન્ય મિત્રો પણ કૃષ્ણાને મળવા આવે છે. આ પછી ફિલ્મ ફ્લેશબેકમાં જાય છે.1990 પહેલા કાશ્મીર કેવું હતું તે ફ્લેશબેકમાં બતાવવામાં આવ્યું છે. આ પછી 90ના દાયકામાં કાશ્મીરી પંડિતોને મળનારી ધમકી અને જબરદસ્તી કાશ્મીર અને તેમના ઘર છોડવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા તેની દર્દનાક કહાની દર્શાવવામાં આવી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર