મોરબી: ગીતાંજલી વિદ્યાલય મોરબી ખાતે રવિવારના રોજ ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ SSC/HSC પરીક્ષાનુ આયોજન કરવામા આવેલ હતુ. મોરબી શહેર તથા આજુબાજુના ગ્રામ વિસ્તારની મોટા ભાગની સ્કુલના વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરી બહોળી સંખ્યામા હાજર રહ્યા હતા. આ પરીક્ષાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીમાં રહેલ બોર્ડ પરીક્ષાનો ડર દુર કરવાનો હતો સાથે સાથે પરીક્ષામાં ઉતરવહી , રસીદ, બારકોડ, બેઠક વ્યવસ્થા વગેરે બાબતે રહેલ મુંઝવણ દુર થાય અને વર્ષ દરમ્યાન કરેલ મહેનતનુ ધારેલ પરીણામ મેળવી શકે.
સવારે 08:00 કલાકે વિદ્યાર્થીઓનુ કંકુ ચાંદલો તથા મોં મીઠુ કરી સ્વાગત કરી રસીદ વિતરણ કર્યા બાદ તમામ વિદ્યાર્થીઓએ પોતાના બેઠક ક્રમાંક પોતાની રીતે ગોતીને બેસી ગયેલા.
08:30 થી 11:30 દરમ્યાન બોર્ડની પધ્ધતિથી આબેહુબ પરીક્ષા લેવામા આવેલ, વિદ્યાર્થીઓને મુંઝવતા તમામ પ્રશ્નોના પેપર દરમ્યાન સોલ્વ કરવામા આવેલ, બોર્ડની પરીક્ષા જેમ જ શાંતિપૂર્ણ રીતે આ પરીક્ષા સંપન્ન કરવામાં આવી. આ પ્રિ પરીક્ષાનો અનુભવ બોર્ડની પરીક્ષામાં કેટલો ફાયદા કારક નિવડશે તે વિદ્યાર્થીએ પોતાના અનુભવ દ્રારા રજુ કરેલ.
તમામ વિદ્યાર્થીઓ એક ઉમદા અનુભવ લઇ આગામી બોર્ડ પરીક્ષામાં સફળ નિવડે તેવી તથા તમામ વિદ્યાર્થીઓને આગામી બોર્ડ પરીક્ષા માટે શાળાના આચાર્ય દ્વારા અભિનંદન આપી રવાના કરેલ સાથે સાથે તમામ વિદ્યાર્થી તથા સ્ટાફનો આભાર વ્યકત કરી આ પરીક્ષાને પૂર્ણ કરવામા આવેલ.
મોરબી તાલુકાના ટીંબડી ગામની સીમમાં આવેલ જગદીશભાઇ ભગવાનજીભાઈ પટેલની વાડીની ઓરડીમાંથી વિદેશી દારૂની ૧૯૧ બોટલો તથા બીયર ટીન -૨૪ મળી કુલ કિં રૂ. ૪૯,૬૪૩ ના મુદ્દામાલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા તેને ફરાર દર્શાવી શોધખોળ...
મોરબી શહેરમાં આવારા તત્ત્વોનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે ત્યારે મોરબીની ત્રાજપર ચોકડી નજીક સામુ જોવા બાબતે એક શખ્સે યુવકને ગાળો આપી છરી વડે ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર વિસ્તારમાં હડકાઈ માતાજી વાળી શેરીમાં રહેતા કિશનભાઇ બેચરભાઈ પાટડીયા (ઉ.વ.૨૫)...
શહેનશાહ મોડપર વોહે દબદબા તેરા કભી માયુસ નહી હોતા મનને વાલા તેર
દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષ પણ હજરત અશાબા પીર સરકારનો ઉર્ષ મુબારક બહુજ શાનો શોખથી મોડપર ગામ મુકામે ઉજવવાનો આયોજન કરેલ છે અંગ્રેજી તારીખ :-૨૬/૦૧/૨૦૨૫ ને રવિવાર અને મુસ્લિમ ચાંદ (૨૫) પચીસ રજ્જબ ના રોજ ઉર્ષ મુબારક...