ડિફેન્સ એક્સ્પોની નવી તારીખ આગામી સમયમાં જાહેર કરવામાં આવશે.
ગાંધીનગરમાં માર્ચ 10થી 14 દરમિયાન સંરક્ષણ પ્રદર્શન ડિફેન્સ એક્સપો-2022 પાછો ઠેલાયો છે. ગુજરાતમાં પહેલી વાર સંરક્ષણ સબંધિત આવો ભવ્ય કાર્યક્રમ યોજાવાનો હતો, પરંતુ હાલ તે રદ કરાયો છે. નવી તારીખો હવે પછી જાહેર કરવામાં આવશે.સંરક્ષણ મંત્રાલયના મુખ્ય પ્રવક્તા એ.ભરત ભુષણ બાબુએ ટ્વીટ દ્વારા આ જાણકારી આપી હતી. અઠવાડિયા પછી જ યોજાનાર એક્સપો માટે ઘણી ખરી તૈયારી કરી લેવાઈ હતી. અનેક દેશની સંખ્યાબંધ કંપનીઓ અને એજન્સીઓ તેમાં ભાગ લેવાની હતી. પણ હવે તો જોકે કાર્યક્રમ જ પાછો ઠેલાયો છે.