મોરબી-માળીયા, ટંકારા-પડધરીના પ્રભારીઓની વરણી કરવામાં આવી
આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશની ટીમ દ્વારા આગામી સમયમાં આવનારી વિધાનસભા 2022ની ચૂંટણી માટે પ્રભારીઓની નિમણુક કરાઇ છે.જે મુજબ 65 મોરબી-માળિયા વિધાનસભાના પ્રભારી તરીકે મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયા તથા 66 ટંકારા-પડધરી વિધાનસભાના પ્રભારી તરીકે મોરબી જિલ્લા ઉપપ્રમુખ સંજયભાઈ ભટાસણાની નિમણૂક કરવામાં આવી છે.આ નિમણૂંક બદલ જિલ્લા આપના આગેવાનો, કાર્યકરો તરફથી અભિનંદન મળી રહ્યા છે.