ક્યાં છે દારૂબંધી : દારૂની 101 બોટલો પકડી પાડતી મોરબી સીટી એ ડીવીજન
મોરબી,: ઢોર બાંધવાના વાડામાંથી વિદેશી દારૂની બોટલો નંગ-૧૦૧ કિ.રૂ.૧,૩૮,૬૪૦/ -નો જથ્થો મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી સીટી એ ડીવીજન પોલીસને ખાનગીરાહે બાતમી મળેલ કે હર્ષદ ઉર્ફે શૈલેષ ધનજીભાઈ ખાંભલા રહે શકત શનાળા ગામ તા.જી.મોરબી વાળો પોતાના ઢોર બાંધવાના વાડામા ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખી ઈંગ્લીસ દારૂની બોટલોનુ વેચાણ કરે છે. જેથી બાતમીના આધારે રેઇડ કરતા વાડામાં આરોપી હાજર નહી મળી આવેલ તેમજ વાડામાથી ઢોરને ખવડાવવાના મગફળીના પાનામાથી ઇગ્લીશદારૂની બોટલ નંગ-૧૦૧ કિ.રૂ.૧,૩૮,૬૪૦ /- નો મુદામાલ મળી આવતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.