મોરબીના લખધીરપુર પોલીસ ચોકી પાસે પોલીસ પેટ્રોલીગમાં હોય ત્યારે બાતમીના આધારે એક કારને ચેક કરતા તેમાંથી 58 દારૂની બોટેલ સાથે બે શખ્સોને પોલીસે ઝડપી લીધા
મોરબી બી ડીવીઝન પોલીસ પેટ્રોલીગમાં હોય ત્યારે બાતમી મળી હતી કે લખધીપુર પોલીસ ચોકી નજીકથી કારમાં દારૂની હેરાફેરી થવાની હોય ત્યારે પોલીસ વોચમાં હોય ત્યારે GJ 27 AA 4023 નંબરની અર્ટીગા કાર શકાસ્પદ હાલતમાં નીકળતા પોલીસે રોકીને તેને ચેક કરતા તેમાંથી જુદી જુદી બ્રાન્ડની 58 દારૂની બોટલ જેની કિંમત રૂપિયા 61 હજાર તેમજ કારની કિમત રૂપિયા 2 લાખ તેમજ કારમાં બે શખ્સો કાનજીભાઈ ઉર્ફે કાનો જસભાઈ ડોડીયા અને ભાવેશભાઈ નીરુભાઈ જાદવ સહિતના બને શખ્સો સહિત રૂપિયા2.61 લાખનો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે આ દારૂ કયાંથી આવ્યો ક્યાં જતો હતો તે અગેની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.

