મોરબી નજીક આવેલ આઇકોન ગ્રેનાઈટો કારખાનામાં કામ કરતા ચેનસિંહ ગંગારામ (ઉ.વ.૩૨) નામના શ્રમિક યુવાન કારખાનામાં કામ કરતી વેળાએ ઉંચાઈ પરથી નીચે પડી જતા ગંભીર ઈજા પહોંચી હતી જેથી યુવાનને મોરબી સારવાર માટે ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત થયું છે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
