ટંકારા : ટંકારાના લજાઈ પાસે ભીમનાથ મંદિર ખાતે કરોડો રૂપિયાના ખર્ચે નિરાધાર વૃદ્ધો માટે સો ઓરડા ધરાવતું ઉમિયા માનવ મંદિરના નિર્માણનું કામ પૂરું થવા આવ્યું છે.આગામી મે માસમાં સંસાર રામાયણ પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે.તથા મંદિરના દાતાઓના સન્માન કરવામાં આવશે અને સંસાર રામાયણ પારાયણના આયોજન અંગે ઉમિયા માનવ મંદિર ખાતે ટ્રસ્ટી અને કાર્યકર્તાઓની મિટિંગ મળશે.
ટંકારાના લજાઈ પાસે ભીમનાથ મંદિર પાસે ઉમિયા માનવ મંદિર પાસે કરોડો રૂપિયાના ખર્ચે ઉમિયા માનવ મંદિરનું બાંધકામ અંતિમ તબક્કામાં છે.ત્રીસ વિઘાના કેમ્પસમાં નિરાધાર વૃદ્ધો માટે સો ઓરડા ધરાવતું ઉમિયા માનવ મંદિરના નિર્માણ માટે કરોડો રૂપિયાનું દાન આપનાર તમામ દાતાઓના સન્માન માટે સતશ્રીની સંસાર રામાયણ પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે.આ આયોજન આગામી મે માસમાં થશે.આ આયોજન માટે તમામ ટ્રસ્ટીઓની મીટીંગ આગામી તા.૧૩ને રવિવારના રોજ સાંજે ૫ વાગ્યે લજાઈ ભીમનાથ મહાદેવ મંદિર પાસે ઉમિયા મંદિર ખાતે મળશે.તેવું પોપટભાઈ કગથરા પ્રમુખની યાદીમાં જણાવવામાં આવે છે.
મોરબીના ખોખરા હનુમાન રોડ પર પોલો સર્કલ પાસે આવેલ ઉમા કટીંગ ઝોન નામના કારખાનામાં ઓરડીમાં ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના ખોખરા હનુમાન રોડ પર પોલો સર્કલ પાસે આવેલ ઉમા કટીંગ ઝોન નામના કારખાનામાં મજુર ઓરડીમાં રહેતા અનિલભાઈ ગોપાલભાઈ (ઉ.વ.૩૦)...
મોરબી જિલ્લામાં વધી રહેલા ગુન્હા અટકાવવામાં સ્થાનીક પોલીસ પોહચી વળતી ન હોય જેથી જાણે SMC ને ઉચ્ચ અધિકારીઓએ છૂટો દોર આપી દિધો હોય તેમ જુદીજુદી જગ્યાએ રેઇડ કરી રહી છે ત્યારે અગાઉ કોલસા કૌભાંડ, દારૂના અડ્ડા પકડી પાડયા હતા ત્યારે ફરી એક વખત SMCએ રેઇડ કરી રંગપર ગામની સીમમાંથી...
મોરબી જિલ્લામાં પણ પાટીદાર સમાજના ઉમેદવાર જિલ્લા ભાજપ પ્રમુખ બને તેના માટે એક નહિ બે બે જૂથ લોબિંગ કરી રહ્યા ની ભારે ચર્ચા
અમુક જિલ્લા-શહેરોમાં નામ રિપિટ કરવા બાબતે ભારે નારાજગી, હાઈકમાન્ડ પાસે અનેક રજૂઆતો
ભાજપના શહેર અને જિલ્લા પ્રમુખને લઈને ભારે કોકડુ ગુંચવાયું છે. અને આ ગુંચ ઉકેલતા ઉતરાયણ આવી...