Monday, January 20, 2025

ઉમિયા પરિવાર દ્વારા સામાજિક કાર્ય કરનાર 200 જેટલા વ્યક્તિઓનું સન્માન કરાયું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી : હાલ મોરબીના ઉમિયા પરિવાર દ્વારા વડીલ વંદના અને વિશિષ્ટ સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સામાજિક કાર્યો કરતી સંસ્થાઓ,ટ્રસ્ટો અને 200 જેટલા વ્યક્તિઓનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.


મોરબીના ઉમિયા પરિવાર બેનર હેઠળ ખોડીદાસ પાડલિયાના આયોજન હેઠળ રાધે પાર્ટી પ્લોટ ખાતે વડીલ વંદના અને વિશિષ્ટ સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિવિધ ટ્રસ્ટ,સંસ્થાઓ અને સામાજિક કાર્યોમાં અગ્રેસર 200 જેટલા વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

મોરબી પંથકમાં બજરંગ ધૂન મંડળ,સિતારામ ધૂન મંડળ,ચિત્રા હનુમાન ધૂન મંડળ,સનાતન ધૂન મંડળ, જોધપર,ભળીયાદ,નાથબાપા ધૂન મંડળ વગેરે ધૂન મંડળ,સુંદરકાંડ,જપ યજ્ઞ,વૈદિક યજ્ઞ,ગાયત્રી પરિવાર,ઓમ શાંતિ,દિવ્ય જીવન સંઘ,સ્વાધ્યાય પરિવાર,પદયાત્રા સંઘ,ગૌ માતા આશ્રમ,મધુરમ બગીચા મંડળ,ગિરનારી આશ્રમ વિશ્વમભરી ધામ,ખોખરા ધામ,લીલા લહેર ગ્રુપ,મોક્ષધામ,મુક્તિધામ,પ્રભાતફેરી,ઉમિયા માનવસેવા ટ્રષ્ટ,પાટીદારધામ,ઉમિયા સર્વિસ ફોરમ,ઉમિયા સમાધાન પંચ,ઉમિયા સમૂહ લગ્ન સમિતિ,ઉમિયા મેરેજ બ્યુરો,ઉમિયા ધામ મોરબી-૨,કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ,કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન જોધપર,ટંકારા ઓરપેટ ગ્રુપ નાટય ક્ષેત્રો રામાંમંડળ પીઠડ,રાસંગપર,બંગાવડી,નેકનામ,રાજપર,કુંતાસી,લજાઈ વેગેરેનુ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
વધુમાં,રામજીભાઈ બાવરવા,એ.કે.પટેલ,ગાયના રોટલા,આલાપ પાર્ક અને અંજની પાર્કની બહેનો,દિવ્યાંગ- જાદવજીભાઈ પટેલ ટેઇલર,પાંજરાપોળ, વેલજીભાઈ ઉઘરેજા,આદિવાસી ઉત્થાન- ચંદુભાઈ વરસડા,વૃક્ષા રોપણ- જીવરાજભાઈ લિખિયા,આંબા ભગતની વાડી- પરસોતમભાઈ કુંડારિયા,સંગીત ક્ષેત્રે- હંસરાજભાઈ ગામી,સુરેશભાઈ વાવડી,આયુર્વેદ ક્ષેત્રે ડો.નવનીત ઝાલરીયા મંગલમ આયુર્વેદ સેન્ટર તેમજ માકાસણાભાઈ, શિક્ષણક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદાન બદલ દિનેશભાઈ વડસોલા, વિજયભાઈ દલસાણીયા,ડો.ભાવેશભાઈ જેતપરિયા,સાહિત્યક્ષેત્રે ડો.અમૃત કાંજીયા,નારી શક્તિ અરુણાબેન પટેલ વકીલ,ડો.અનિલભાઈ પટેલ સિનિયર સિટીઝન તેમજ મેરેથોન દોડ વિજેતા,ડો.સતિષભાઈ પટેલ બાળ ઉછેર માટે,રતિભાઈ આદ્રોજા,વલમજીભાઈ અમૃતિયા બેચરભાઈ હોથી,ગંગારામભાઈ ધમાસણા, લિંબાભાઈ મસોત, પરેશ પટેલ,મગનભાઈ બાબુભાઈ જીવરાજભાઈ ફુલતરિયા, ભીખાભાઈ દેત્રોજા,પંચાણભાઈ ભૂત,અંબારામભાઈ ગંગારામભાઈ મનોજભાઈ ઓગણજા પ્રમુખ સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળ ટી.સી.ફુલતરિયા અને રમેશભાઈ રૂપાલા લાયન્સ ક્લબ તેમજ મહેશભાઈ ભોરણીયા માતૃભૂમિ વંદના ટ્રસ્ટ વગેરે જુદી જુદી સંસ્થાના સંચાલકોનું અને અન્ય વ્યક્તિ વિશેષ એમ કુલ 200 જેટલા વ્યક્તિઓનું સ્મૃતિ ચિહ્નન અને શાલ ઓઢાડી સન્માન કરાયું હતું.આ પ્રસંગે દામજી ભગત નકલંક ધામ બગથળા તેમજ ડો.દિલીપભાઈ પૈજા વક્તા અને કથાકારે ઉપસ્થિત રહી આ પ્રવૃત્તિને બિરદાવી હતી અને શુભેચ્છાઓ આપી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર