બાળકો માટે વિનામૂલ્યે 25મો આયુર્વેદિક રસીકરણ સુવર્ણપ્રાશન ટીપા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં ગર્ભવતી બહેનોને પણ ટીપા પીવડાવવામાં આવશેઆવતીકાલે તા.13ને રવિવારે સવારે 10 થી 1 અને સાંજે 4 થી 6 વાગ્યા સુધી આયુર્વેદિક જીવનશૈલી દ્વારા 6 માસથી 12 વર્ષ સુધીના બાળકો તથા પ્રેગ્નન્ટ મહિલાઓનું સ્વાસ્થ્ય સારું રાખવા માટે આયુર્વેદિક સુવર્ણપ્રાશન ટીપા પીવડાવવાનો વિનામૂલ્યે કેમ્પનું આયોજન સોરઠીયા લુહાર જ્ઞાતિ વાળી, સ્વામિનારાયણ મંદિર વાળી શેરી,પુજારા મોબાઈલ વાળી શેરીમાં,શનાળા રોડ,મોરબી ખાતે કરવામાં આવ્યું છે.
બાળકોને સુવર્ણપ્રાશનનાં ટીપા દરરોજ પિવડાવવાથી બાળકોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.જે કોરોના કે કોઈપણ રોગ સામે રક્ષણ આપે છે. પાચનતંત્રમાં સુધારો કરે છે.યાદશક્તિમાં વધારો કરે છે.ગુસ્સો તથા ચીડીચીડીયા પણું ઓછું થાય છે. તેમજ તાવ,શરદી,વાયરલ ઇન્ફેક્શનથી બચાવ કરે છે. શારિરીક તથા માનસિક વિકાસમાં મદદરૂપ થાય છે.આ ટીપા આયુર્વેદિક હોવાથી તેની કોઈ આડઅસર થતી નથી. તેમ યાદીમાં જણાવાયું છે.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દર ત્રણ વર્ષે કાર્યકર્તા અભ્યાસ વર્ગ યોજવામાં આવે છે જેના ભાગરૂપે બે દિવસીય અભ્યાસ વર્ગનું સૌરાષ્ટ્ર સંભાગ:- 1 ના મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, રાજકોટ, જામનગર, દ્વારકા વગેરે જિલ્લાના અભ્યાસ વર્ગનું આયોજન મોરબીના સરસ્વતી શિશુમંદિર ખાતે કરવામાં આવ્યું હતુ .
જેમાં ગુજરાત પ્રાંતના મહામંત્રી પરેશભાઈ પટેલ...
મોરબીના ખોખરા હનુમાન રોડ પર પોલો સર્કલ પાસે આવેલ ઉમા કટીંગ ઝોન નામના કારખાનામાં ઓરડીમાં ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના ખોખરા હનુમાન રોડ પર પોલો સર્કલ પાસે આવેલ ઉમા કટીંગ ઝોન નામના કારખાનામાં મજુર ઓરડીમાં રહેતા અનિલભાઈ ગોપાલભાઈ (ઉ.વ.૩૦)...
મોરબી જિલ્લામાં વધી રહેલા ગુન્હા અટકાવવામાં સ્થાનીક પોલીસ પોહચી વળતી ન હોય જેથી જાણે SMC ને ઉચ્ચ અધિકારીઓએ છૂટો દોર આપી દિધો હોય તેમ જુદીજુદી જગ્યાએ રેઇડ કરી રહી છે ત્યારે અગાઉ કોલસા કૌભાંડ, દારૂના અડ્ડા પકડી પાડયા હતા ત્યારે ફરી એક વખત SMCએ રેઇડ કરી રંગપર ગામની સીમમાંથી...