મોરબીના રવાપર રોડ પર આશરે સો વિઘામાં સુંદર ઘટાદાર વૃક્ષો વચ્ચે, સુઆયોજીત રસ્તાઓ ફરતા કમ્પાઉન્ડ વોલથી આરક્ષિત અને પાર્કિંગ સાથે ત્રણ માળ સુધીનું બાંધકામ કરવાના નિયમો,પ્રવેશદ્વાર પાસે કયું આર કોડ વાળા સિક્યુરિટી જવાનો ધરાવતી,સોસાયટીમાં વસતા લોકોના દ્વીચક્રી અને ચાર ચક્રી વાહન પર આલાપનો લોગો લગાવવો, નડતરરૂપ વૃક્ષ સિવાયના વૃક્ષ કાપવા માટે દંડનો નિયમ વગેરે આચાર સંહિત ધરાવતી આલાપ પાર્ક સોસાયટીમાં મુખ્ય પ્રવેશ દ્વારની જરુરીયાત હોવાથી સોસાયટીમાં પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો
સોસાયટીના સમસ્ત લોકોની સામાન્ય સભામાં દાતા દ્વારા પ્રવેશદ્વાર બાંધવા માટે ટહેલ નાખવામાં આવી અને આ ટહેલને નિલેશભાઈ મગનભાઈ ઘોડાસરા તથા દિપેશભાઈ મગનભાઈ ઘોડાસરા સેગા ગ્રુપ એ વધાવી લીધી અને આ કામ માટેની જરૂરી રકમ અર્પણ કરી સુંદર મજાના આવન જાવનના અલગ અલગ રસ્તા અને વચ્ચે સિક્યુરિટી કેબિનની વ્યવસ્થા સાથેના પ્રવેશદ્વારના નિર્માણકાર્ય નિલેશભાઈ મગનભાઈ ઘોડાસરા તથા દીપેશભાઈ મગનભાઈ ઘોડાસરા સેગા ગ્રુપના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ તકે પ્રમુખશ્રી અરવિંદભાઈ વામજા મંત્રીશ્રી વિડજાસાહેબ, ઉપપ્રમુખ શ્રી જીતુભાઇ રૂપાલા તથા મનીષ સબાપરા, જતીન ફુલતરીયા,કાઉન્સિલર શ્રી રાજેશ ભીમાણી, સોસાયટી ના વડીલબંધુ આગેવાનો, તથા કમિટી સભ્યો બહોળી સંખ્યામાં હાજર રહયા હતા.