ન્યૂઝીલેન્ડનો સ્ટાર બેટ્સમેન કેન વિલિયમસન ટેસ્ટમાં નંબર વન બેટ્સમેન બની ગયો છે. 30 વર્ષીય ખેલાડી સ્ટીવ સ્મિથ અને વિરાટ કોહલીને પાછળ છોડીને બેટ્સમેન્સની ટેસ્ટ રેન્કિંગમાં ટોચ પર છે. વિલિયમસને ટૂંક સમયમાં જ 2015 ના અંતમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું, પરંતુ તે પછીથી સ્મિથ અથવા કોહલી પ્રથમ સ્થાને રહ્યા. આ વર્ષે પણ સ્મિથે 313 દિવસ અને કોહલીએ 51 દિવસ વિલિયમસન ટૂંક સમયમાં 2015 ના અંતમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું, પરંતુ તે પછીથી સ્મિથ અથવા કોહલી પ્રથમ સ્થાને રહ્યા. આ વર્ષે પણ સ્મિથે 313 દિવસ અને કોહલીએ 51 દિવસ સુધી ટોપ પર રહ્યા.
કેન વિલિયમસનને ગુરુવારે જાહેર થયેલ રેન્કિંગમાં બે સ્થાનનો ફાયદો થયો છે. તેણે 890 રેટિંગ પોઇન્ટ સાથે પ્રથમ ક્રમાંકિત બેટ્સમેન બનવાની સિદ્ધિ હાંસલ કરી. વિરાટ કોહલી 879 પોઇન્ટ સાથે બીજા ક્રમે છે. કોહલી ઓસ્ટ્રેલિયા સામે વર્તમાન શ્રેણીની પ્રથમ ટેસ્ટ રમ્યા બાદ રજા પર છે.
ભારતના સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિનને આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં બે સ્થાનનો ફાયદો મળેલ છે. 793 પોઇન્ટ સાથે તે 7 મા ક્રમે છે. જસપ્રિત બુમરાહ એક સ્થાન આગળ વધ્યો છે અને 783 પોઇન્ટ સાથે 9 માં સ્થાને છે. ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિશેલ સ્ટાર્ક બે સ્થાનથી આગળ છે અને 40 પોઇન્ટ સાથે પાંચમા ક્રમે આવ્યો છે.