મોરબી: તાજેતરમાં અમદાવાદમાં શટલર એકડમી ખાતે યોજાયેલ વિન્ટર બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મોરબીના મીતા કાચરોલાએ 30+ મિક્સ ડબલ્સ ઇવેન્ટમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી મોરબી તથા તેમના પરિવારનું ગૌરવ વધાર્યું છે.
આ ઉપરાંત છેલ્લા 2 મહિનામાં જીબીએ અંતર્ગત યોજાયેલી સ્પર્ધાઓમાં કાવ્યા મારવાનીયાએ અંડર 15 કેટેગરીમાં સતત પ્રથમ અને દ્વિતીય સ્થાન મેળવતા તેઓની ગુજરાત ટીમ તરફથી પસંદગી થતા તેઓ 15 ડિસેમ્બરથી ઓડીશા ખાતે નેશનલ ટુર્નામેન્ટમાં ભાગ લેવા જશે. મોરબીના પંક્તિ મારવાનીયા અને અમુલ ચૌહાણે પણ આ ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ દેખાવો કર્યા છે. ઉલ્લેખનીય છે કે આ બધા ખેલાડીઓ સ્કાય બેડમિન્ટન (+91 9727280091) એકેડેમીમાં તાલીમબદ્ધ થયા છે તેથી એકેડેમી ખૂબ ગૌરવ અનુભવે છે. અને ભવિષ્યમાં વધુને વધુ ખેલાડીઓ મોરબીનું નામ રોશન કરે તે માટે કટિબધ્ધ છીએ. તેમજ તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.
મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ લીડસન સિરામિક કારખાનાના ફોતરી વિભાગમાં ડમ્પરનો ટાયરો જોટો માથે ફરી જતા એક વર્ષના માસૂમ બાળકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ લીડસન સિરામિક કારખાનાની લેબર કોલોનીમાં રહેતા વિકાસભાઈ મંગાભાઈ ડામોર (ઉ.વ.૩૦) એ આરોપી...