હળવદ : હળવદ – ધ્રાંગધ્રા પંથકમાં મીઠું પકવતા અગરિયાઓ નાં વિવિધ પ્રશ્ર્નો નેં લઇ ને ઠાકોર સમાજના આગેવાન પપ્પુભાઈ ઠાકોર સહિતના અગ્રણીઓ દ્વારા કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્ર મૂંઝપરાને મુદ્દાસર રજુઆત કરી હતી.
કચ્છના નાના રણમાં મીઠું પકવતા હળવદ અને ધ્રાંગધ્રા તાલુકાના અગરિયા સમાજને પડતી મુશ્કેલીઓ અંગે સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લાના ચૂંવાળીયા કોળી સમાજના આગેવાન એવા પપ્પુભાઈ ઠાકોર, સનતભાઈ ડાભી, ભરતભાઇ રાઠોડ, કિરણભાઈ થોરિયા, કિશોરભાઈ કંથડાયા, ધ્રાંગધ્રા તાલુકાના સરપંચ એસોસિએશન પ્રમુખ રતનસિંહ ઠાકોર તથા અન્ય સામાજિક આગેવાનોએ કેન્દ્રિયમંત્રી ડો.મહેન્દ્ર મુંઝપરા સાથે વિસ્તૃત રજુઆત કરી હતી.
વધુમાં આ રજુઆતમાં વિમુક્ત અને વિચરતી જાતિની અનામતનો પ્રશ્ને, રણકાંઠામાં વારંવાર નર્મદા કેનાલના પાણી ઘુસી આવતા અગરિયા સમાજને થતા નુકશાન બાબતે, અભ્યારણ વિસ્તારમાં થતા ગેરકાયદેસર દબાણો દૂર કરવા અંગે તેમજ સરકારશ્રીની વીવિધ કલ્યાણકારી યોજનાઓનો પછાત વર્ગના ગામોને વધુમાં વધુ લાભ મળે એ બાબતે રજુઆત કરવામાં આવી હતી.
પોલીસ તો આ દેશી દારૂના ધંધા વાળાનું કાંઈ કરતી નથી હવે ઇન્કમ ટેક્સ ધ્યાન દયે તો ધનના ઢગલા
(સૌજન્યથી) મોરબી: શીર્ષક વાક્યને વાંચકો કદાચ મૂર્ખતા પૂર્ણ સમજતા હશે. પરંતુ અહી જે, વિગતો રજૂ કરવામાં આવી છે તે ધ્યાનથી સમજજો અને વાંચો તો અમારી વાતમાં કેટલો દમ છે તે તમને સમજાઈ...
મોરબીના સામાકાંઠે આવેલ ઇન્દિરાનગર મંગલમ વિસ્તારમાં ખૂલ્લા પટમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના સામાકાંઠે આવેલ ઇન્દિરાનગર મંગલમ વિસ્તારમાં ખૂલ્લા પટમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો પ્રવિણભાઇ સવજીભાઇ...
મોરબી: ભડીયાદ કાંટા પાસેથી ભાડુ લઈ યુવક અને ભત્રીજો જઈ રહ્યા હતા ત્યારે મોરબીના જૂના રફાળેશ્વર રોડથી લાલપર ગામ તરફ જવાના આર.સી.સી રોડ ઉપર આવેલ ગોળાઈ ઉપર અજાણ્યા શખ્સે બાઈક આડુ નાખી યુવક અને તેના ભત્રીજા સાથે બોલાચાલી કરી યુવકને ચાર શખ્સોએ પકડી છરી વડે ઈજા પહોંચાડી હોવાની મોરબી...