મોરબી : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા નવયુગ સંકુલ ખાતે પૂર્ણ દિવસના અભ્યાસ વર્ગનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં અભ્યાસ વર્ગનું મહત્વ,કાર્યકરોની મનોભૂમિકા સંગઠનની કાર્ય પદ્ધતિ,પ્રચાર-પ્રસાર સંઘ વિચાર,પરિવાર અને આર્થિક સૂચિતાની નવી શિક્ષણનીતિ શિક્ષણના પડકારો,હોદેદારોની જવાબદારી,સંગઠનના કાર્યકર્તાઓની અધિકારીઓ સાથેનો સરકાર સાથેનો વ્યવહાર વગેરે વિષયો પર માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ એટલે રાષ્ટ્ર કે હિતમે શિક્ષા.શિક્ષા કે હિતમે શિક્ષક.શિક્ષક કે હિતમે સમાજના ધ્યેય સૂત્ર સાથે શિસ્તબધ રીતે કાર્ય કરતું સંગઠન છે, સંગઠનમાં કાર્યરત કાર્યકરો,મંડળ સંયોજકોએ કેવી રીતે કાર્ય કરવું? એ માટે નવયુગ શૈક્ષણિક સંકુલ વિરપર મોરબી ખાતે આગામી તા.14ને સોમવારના રોજ પૂર્ણ દિવસના અભ્યાસ વર્ગનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં અભ્યાસ વર્ગનું મહત્વ,કાર્યકરોની મનોભૂમિકા,સંગઠનની કાર્ય પદ્ધતિ,પ્રચાર-પ્રસાર સંઘ વિચાર,પરિવાર અને આર્થિક સૂચિતાની નવી શિક્ષણનીતિ,શિક્ષણના પડકારો,હોદેદારોની જવાબદારી,સંગઠનના કાર્યકર્તાઓની અધિકારીઓ સાથેનો સરકાર સાથેનો વ્યવહાર વગેરે વિષયો પર માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.
આ તમામ વિષયો પર ડો.જયંતીભાઈ ભાડેસિયા,કાર્યવાહક ગુજરાત પ્રાંત બી.એમ.સોલંકી,મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી રતુભાઈ ગોળ,રાજ્યમંત્રી મહાસંઘ મુળજીભાઈ ગઢવી,કચ્છ મહાસંઘ મહેશભાઈ મોરી અને હિતેશભાઈ ગોપાણી,સંગઠન મંત્રી સૌરાષ્ટ્ર પ્રાંત સુનિલભાઈ પરમાર શિશુમંદિર વિપુલભાઈ અધારા,કાર્યવાહક રાજકોટ સંભાગ મહેશભાઈ બોપલીયા,કાર્યવાહક મોરબી જિલ્લો દિનેશભાઈ વડસોલા,અધ્યક્ષ મહાસંઘ-મોરબી વગેરે ઉપરોક્ત વિષયો પર સમગ્ર મોરબી જિલ્લામાંથી સૌથી વધુ કાર્યકર્તાઓને સમગ્ર દિવસ દરમ્યાન માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.એમ કિરણભાઈ કાચરોલા,મંત્રી પ્રદીપભાઈ કુવાડિયા,સી.ઉપાધ્યક્ષ હરદેવભાઈ કાનગડ તથા કિરીટભાઈ દેકાવડીયા ઉપાધ્યક્ષ અને હિતેશભાઈ પાંચોટીયા પ્રચાર મંત્રીની યાદીમાં જણાવવામાં આવે છે.
મોરબીના ખોખરા હનુમાન રોડ પર પોલો સર્કલ પાસે આવેલ ઉમા કટીંગ ઝોન નામના કારખાનામાં ઓરડીમાં ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના ખોખરા હનુમાન રોડ પર પોલો સર્કલ પાસે આવેલ ઉમા કટીંગ ઝોન નામના કારખાનામાં મજુર ઓરડીમાં રહેતા અનિલભાઈ ગોપાલભાઈ (ઉ.વ.૩૦)...
મોરબી જિલ્લામાં વધી રહેલા ગુન્હા અટકાવવામાં સ્થાનીક પોલીસ પોહચી વળતી ન હોય જેથી જાણે SMC ને ઉચ્ચ અધિકારીઓએ છૂટો દોર આપી દિધો હોય તેમ જુદીજુદી જગ્યાએ રેઇડ કરી રહી છે ત્યારે અગાઉ કોલસા કૌભાંડ, દારૂના અડ્ડા પકડી પાડયા હતા ત્યારે ફરી એક વખત SMCએ રેઇડ કરી રંગપર ગામની સીમમાંથી...
મોરબી જિલ્લામાં પણ પાટીદાર સમાજના ઉમેદવાર જિલ્લા ભાજપ પ્રમુખ બને તેના માટે એક નહિ બે બે જૂથ લોબિંગ કરી રહ્યા ની ભારે ચર્ચા
અમુક જિલ્લા-શહેરોમાં નામ રિપિટ કરવા બાબતે ભારે નારાજગી, હાઈકમાન્ડ પાસે અનેક રજૂઆતો
ભાજપના શહેર અને જિલ્લા પ્રમુખને લઈને ભારે કોકડુ ગુંચવાયું છે. અને આ ગુંચ ઉકેલતા ઉતરાયણ આવી...