સીંગતેલ અને કપાસિયા તેલમાં ભાવ વધારો યથાવત છે. હોળીના તહેવારોમાં ભાવ વધારાની હૈયાહોળી થઈ છે. સીંગતેલમાં રૂપિયા 50 વધ્યા અને કપાસિયા તેલમાં રૂપિયા 60નો ભાવ વધારો થયો છે.
સીંગતેલમાં રૂપિયા 50 વધ્યા અને કપાસિયા તેલમાં રૂપિયા 60નો ભાવ વધારો થયો છે. સિંગતેલના ડબ્બાનો ભાવ 2530 હતો તે 2580 થયો છે. કપાસિયા તેલ ડબ્બાનો ભાવ 2520 હતો તે 2580 થયો. રશિયા અને યુક્રેનના યુદ્ધથી સાઈડ તેલોના ભાવ ઊંચકાયા છે.
