હે…! મકાનના ફળિયા નીચે જમીન માંથી ૯૦ બોટલ દારૂ મળ્યો.
આમ તો ગુજરાત ડ્રાય સ્ટેટ છે. ગુજરાતમાં દારૂબંધી છે. છતાં પણ ઠેર ઠેર દારૂ વહેચાય છે. તેમજ પોલીસ દ્વારા અવારનવાર મોટા જથ્થામાં દારૂ પકડી પડવામાં આવતો હોય તેવા કિસ્સાઓ તો રોજ સામે આવતા હોઈ છે. પરંતુ હળવદ તાલુકાના એક ગામમાં ઘરના ફળિયા નીચે જમીનમાંથી ૯૦ બોટલ જેટલો વિદેશી દારૂ પોલીસ દ્વારા પકડી પડવામાં આવ્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ હળવદ પોલીસને ખાનગી રાહે બાતમી મળી હોઈ, જે બાતમીના આધારે હળવદ તાલુકાના ખોડ ગામે એક રહેણાક મકાનમાં રેઇડ કરવામાં આવી હતી. હકીકત વાળી જગ્યા પર રેઇડ કરતા મકાનના ફળિયા નીચે થી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ દ્વારા ફળિયું ખોદી નીચે થી તમામ જથ્થો કબજે કરવામાં આવ્યો છે. ઉપરાંત પોલીસ દ્વારા આ કામના આરોપી વીરૂભાઈ પાટડિયા (ઉ.વ.૩૦) રહે ખોડ , હળવદ વાળાને પોલીસ દ્વારા પકડી પડવામાં આવ્યો છે. ત્યારે સ્થળ પરથી મળેલ અલગ અલગ બ્રાન્ડ વિદેશી દારૂની ૯૦ બોટલ કી.રૂ.૩૭,૯૫૫/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.