Tuesday, September 24, 2024

હાર્દિક પટેલ નાં ભાજપ પ્રવેશ લઇને અમીત શાહ અને આનંદીબેના જુથ વચ્ચે સોશ્યલ મીડિયામાં વોર છેડાયું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

અમદાવાદઃ હાર્દિક પટેલનો કોંગ્રેસથી મોહભંગ થયા બાદ તે કેસરિયો ધારણ કરશે તેવી અટકળો થઈ રહી છે. જોકે ખુદ હાર્દિકે કહ્યું છે કે હાલ તે ભાજપમાં જોડાવાનો નથી. હાર્દિક ગમે તે ઘડીએ ભાજપમાં પ્રવેશ કરે તેવા સમાચારના પગલે અમિત શાહ  અને આનંદીબેન જૂથ દ્રારા સોશિયલ મીડિયામાં વોર છેડાયું છે .છેલ્લા પાંચ વર્ષમાં કોંગ્રેસમાંથી બે ડઝન જેટલા ધારાસભ્યો આગેવાનો ભાજપમાં જોડાયા છે.

એમાંથી અડધાથી વધુ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડીને છે કે મંત્રી પદ સુધી પહોંચ્યા હોવા છતાં કોઈ અસંતોષ પેદા થયો ન હતો એટલો અસંતોષ પાટીદાર આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલના ભાજપ પ્રવેશના અણસારના પગલે થયો છે.
હાર્દિકે કોંગ્રેસ છોડ્યા બાદ સોશિયલ મીડિયામાં તેના કેટલાક જૂના વીડિયો વાયરલ થયા છે. જેમાં અમિત શાહની સામે ખુલ્લેઆમ શબ્દોથી પ્રહાર કરતા વીડિયો હાલ ફરતા થયા છે. 2015માં પાટીદાર અનામત આંદોલન શરૂ કરવા હાર્દિક પટેલને રાજ્યભરના કડવા–લેઉવા પાટીદાર સમાજમાંથી પ્રચડં સમર્થન પ્રાપ્ત થયું હતું. પરિણામે તત્કાલીન સરકારને બિન અનામત વર્ગના કલ્યાણ માટેની વિવિધ યોજનાઓ જાહેર કરવાની ફરજ પડી હતી એટલું જ નહીં સમગ્ર આંદોલનના પરિણામે ગુજરાત રાજયના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલને ખસેડવામાં આવ્યા હતા અને તેમની જગ્યાએ વિજય પાણીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. હાર્દિક ભાજપમાં ન આવે તે માટે શાહ અને આનંદીબેન જૂથે તેના વિવિધ વીડિયો વાયરલ કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

કોંગ્રેસ છોડ્યા બાદ ગુજરાતી ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં હાર્દિકે કહ્યું, મારી કિતાબ ખુલ્લી છે. હું જ્યારે PM કે ગૃહમંત્રીને મળીશ ત્યારે જાહેરમાં વાત કહીશ, મે કેરસિયો ધારણ કરવાનુ હજુ વિચાર્યું નથી. હું જે પક્ષમાં જોડાઈશ તે લોકોને કહીને જોડાઈશ અને ગર્વથી કેમ જોડાયો છું તેની વિગતો આપીશ.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર