*સપ્ત દીવવસ્ય સત્સંગીજીવન કથા પારાયણ પુર્ણાહુતી પ્રસંગે ધામેધામના અનેક સંતો મહંતો અને ૧૫ હજાર થી વધુ હરીભક્તો ઉમટી પડીયા*
હળવદ માં આવેલ મૂળી તાંબાનું શ્રી સ્વામિનારાયણ મંદિર (નવું) રવા. નગર સરા ચોકડી હળવદનો ૧૫ વાર્ષિક પાટોત્સવના ઉપલક્ષમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના લીલા અને ચરિત્રો થી ભરપુર ગ્રથરાજ શ્રીમદ સત્સંગીજીવન કથા પારાયણ અને સત્સંગ સભા સપ્ત દિવસીય નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.જેની પુર્ણાહુતિ ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી.
હળવદ સ્વામીનારાયણ મંદિર નવું હળવદ ના ૧૫ માં વાર્ષિક પાટોત્સવ મહોત્સવ તા. ૨૧.૩ થી તા.૨૭.૩ સુધી સત્સંગી જીવન પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીમદ સત્સંગીજીવન કથા પારાયણ માં ધન્શયામ જન્મોત્સવ, ડ્રાયફ્રુટ નો અભિષેક ગાદીપટ્ટા અભિષેક,રાજોપચાર પુજા. ભવ્ય રાસોત્સવ, હીડોળા ઉત્સવ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયાં હતાં. આ કથાના મુખ્ય યજમાન તરીકે અમરશીભાઈ પ્રભુભાઈ ધારીયા પરમાર હસ્તે ગં.સ્વ રતનબેન અમરશીભાઈ ધારીયા પરમાર પરિવાર રહેશે. આ કથાના વક્તા દિવ્ય પ્રકાશ દાસજી સ્વામી ચરાડવા અને વ્રજ વલ્લભદાસજી સ્વામી મુળીધામ, કથાનું રસપાન કરાવ્યું હતું.આ કાર્યક્રમના પ્રેરક શ્રીજી સ્વરૂપ દાસજીસ્વામી.સ્વામિનારાયણ મંદિર નવું હળવદ વાળા.આ મહોત્સવમાં અનેક ધમો ધમો થી સંતો-મહંતો રાજકીય મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. પારાયણ ના છેલ્લા દિવસે મંગલા આરતી મહા અભિષેક દર્શન,અનકુટ દર્શન, સ્વામિનારાયણ મહામંત્ર ધૂન, કથા, સંતોનાં આશીર્વચન, મહાપ્રસાદ સહિતના અનેક કાર્યક્રમો યોજાયા હતા.આ સપ્ત દીવસય વાર્ષિક પાટોત્સવના છેલ્લા દીવસે પંદર હજાર થી વધું હરિભક્તો ઉમટી પડીયા હતા.કાર્યક્રમની આભારવિધિ એન્જિનિયર રોનકભાઇ એ કરી હતી.