Wednesday, September 25, 2024

હળવદ સબ-ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં જટિલ પ્રોસિજર કરીને સામાન્ય પ્રસુતિ કરાવી માતા અને બાળક એમ બન્નેનો જીવ બચાવાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ સબ-ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં સ્પેશિયાલિસ્ટને રીફર કરવો પડે તેઓ કેસ સમયના અભાવના કારણે સમયસૂચકતા રાખી મિડવાઇઝ ઓફિસર ઉર્વેશ સુમરાએ સૂઝબૂઝ દ્વારા પ્રસૂતિ કરાવીને માતા તેમજ શીશુંને જીવનદાન આપી પોતાની ફરજ તો નિભાવવી જ સાથે માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

  હળવદ તાલુકાના શિરોહી ગામની મહિલાને અચાનક જ પ્રસુતિની પીડા ઊપડી હતી જેથી તેમને હળવદ સબ-ડીસ્ટ્રીક હોસ્પિટલ લાવવામાં આવ્યા જ્યાં તેમની તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, નવજાત શીશુ અંદરથી મોઢાના ભાગે આવતું હતું. આ સ્થિતિમાં નોર્મલ સામાન્ય પ્રસુતિ કરવી અશક્ય હતી જેથી તેમને ગાયનેકોલોજિસ્ટને રીફર કરવું પડે તેવી પરિસ્થિતી હતી. પરંતુ સમય નહોતો અને જો તેમને અન્ય જગ્યાએ મોકલવામાં આવે તો રસ્તામાં જ પ્રસુતિ થઈ જાય તો ખતરો પણ ઉભો થઈ શકે તેમ હતું. આવી સ્થિતિમાં સમયસૂચકતાને ધ્યાનમાં રાખી મિડવાઇઝ ઓફિસર ઉર્વેશ સુમરાએ આ કેસને હાથમાં લીધો અને સતત મોનિટરિંગ તેમજ સંભાળ થકી પ્રસૂતિ કરાવી. જે દરમિયાન બીજી મુશ્કેલી એ આવી કે,  બાળકના ગળાના ભાગે નાળ વિંટળાયેલી હતી. આવી સ્થિતિમાં લાઈફ સેવિંગ પ્રોસિજર કરીને સામાન્ય પ્રસુતિ કરાવીને માતા અને બાળક એમ બન્નેનો જીવ બચાવ્યો હતો.

        ઉર્વેશ સુમરા જણાવે છે કે, આ એવો કેસ હતો કે જેને ગાયનેકોલોજિસ્ટને રીફર કરવો જ પડે અને ત્યાં પણ સિઝેરિયનની જ શક્યતા રહે. વધુમાં કોઈ રિપોર્ટ કે સોનોગ્રાફી વગેરે કરાવેલા ન હતા, જેથી બાળકના ગળાના ભાગે નાળ વિંટળાયેલી હોવાનો પ્રશ્ન પણ સામે આવ્યો. પરંતુ જો તેમને બીજે ક્યાંક મોકલવામાં આવે તો રસ્તામાં કંઈ પણ થઈ શકે તેમ હતું. જેથી સમયસૂચકતાથી અમે પ્રસુતિ કરાવી, કૃત્રિમ શ્વાસોશ્વાસ પણ આપ્યો અને માતા તથા ખાસ કરીને બાળકનો જીવ બચાવી શક્યા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર