Sunday, September 22, 2024

હળવદમાં પરશુરામ જયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ભુદેવોની નગરી હળવદ ખાતે અક્ષય તૃતીયા ( અખાત્રીજ) ના શુભ દિને સમસ્ત બ્રહ્મસમાજ હળવદ દ્વારા ભગવાન પરશુરામ ની જન્મજયંતિ નિમિતે ભગવાન પરશુરામ ની શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે


હળવદ ના ભૂદેવો દ્વારા આજ સવાર થી ભગવાન પરશુરામજી ની પુજા કરવા માટે હળવદ પરશુરામ મંદિર ખાતે ભુદેવો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.ભગવાન પરશુરામ ની પુજા કર્યા બાદ પરશુરામ ભગવાનનું પ્રીય શસ્ત્ર ફરસી ની પુજા બ્રાહ્મણો દ્વારા કરવામાં આવી હતી આજ બપોરે ભગવાન પરશુરામની શોભાયાત્રા ૪:૦૦ કલાકે પરશુરામ મંદિર ખાતે થી નીકળશે અને ત્યાંથી શરણેશ્વર મહાદેવ મંદિર,દરબાર ચોક,લક્ષ્મીનારાયણ ચોક, મેઈન બજાર,થી બ્રાહ્મણની ભોજનશાળા હળવદ સુધી ભગવાન પરશુરામ નગરયાત્રા એ નીકળશે પરશુરામ ભગવાન ની શોભાયાત્રામાં દરેક ભુદેવો બ્રાહ્મણવેશ ( ધોતી કુર્તા) પહેરી ને યાત્રામાં જોડાશે ભુદેવોની આ નગરી ની ખાસીયત છે કે દરેક ભુદેવો હાલ પણ પોતાના બ્રહ્મ તેજ થી વિશ્વભર માં પ્રખ્યાત છે ત્યારે ભુદેવો ની આ પવિત્ર નગરીમાં આજરોજ ભગવાન પરશુરામ ભગવાન ની શોભાયાત્રા નું ખુબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગ ને સફળ બનવવા બ્રહ્મ અગ્રણી જીગરભાઈ મહેતા,અજયભાઇ રાવલ,વિજયભાઈ જાની,ધર્મેશભાઈ જોષી,મિહિર ભાઈ રાવલ,દીપકભાઈ જોષી,અમનભાઈ દવે,જીતેન્દ્રભાઈ જાની ( હની )પ્રવીણભાઈ દેરાશ્રી,કેતનભાઈ દવે,પુલકેશભાઈ જોષી, તેમજ પરશુરામ ગ્રુપ ના દરેક સભ્યો ખુબ સુંદર મજાનું આયોજન કર્યું છે
રવી પરીખ હળવદ

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર