Saturday, January 18, 2025

હળવદમાં છ વર્ષની મહેક એ પ્રથમ રોઝુ રાખી ઇબાદત કરી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મુસ્લિમ બિરાદરોના પવિત્ર રમઝાન”. રમઝાન શરીફનો પ્રારંભ

ધોમધખતા તાપમાં વચ્ચે છ વર્ષની મહેક મીરાએ દ્વારા પ્રથમ રોઝુ પુણૅ કર્તા પરિવારમાં આનંદની લાગણી છવાઈ

હિજરી સન નો ૯ મોં મહિનો એટલે કે “મુસ્લિમ બિરાદરોના પવિત્ર રમઝાન”. રમઝાન શરીફનો પ્રારંભ શરૂ થયો. અને માહે રમઝાન અલ્લાહ તબારક વ તઆલા એ મુસ્લિમો ને આ મુબારક મહિનો નશીબ કર્યો તે બદલ મુસ્લિમ બિરાદરો દ્વારા અલ્લાહનો કરોડો વખત શુક્ર અદા કરે છે.

પવિત્ર રમઝાન માસની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે આ પવિત્ર રમજાન મહિનામાં મોટા ભાગના મુસ્લિમ બિરાદરો તથા મહિલાઓ સવારથી સાંજ સુધી પાણીનું એક પણ ટીપું પીધાં વગર અલ્લાહ-તાલાની ઈબાદત કરે છે. ત્યારે હળવદ રેલ્વે સ્ટેશન રોડ પર રહેતી મહેક મુસ્તુફા(ચકાભાઈ) મીરા છ વર્ષની દીકરીએ પ્રથમ રોઝુ રાખ્યું હતું. જે ધોરણ૧ માં અભ્યાસ કરે છે, હાલ ઉનાળાની ધગધગતી ગરમીમાં પોતાના પરિવારની પ્રેરણા લઇ મહેક મીરા નામની છ વર્ષની દીકરી દ્વારા સોમવારે પ્રથમ રોઝુ રાખી ઇબાદત કરી હતી.પરિવાર તથા મુસ્લિમ સમાજમાં આનંદની લાગણી છવાઈ છે.
મુસ્લિમ બિરાદરો મા ઠેર ઠેર ખુશીનું મોજું જોવા મળ્યું હતું શરૂ થયેલા પવિત્ર રમઝાન માસ દરમિયાન બંદગી, રોઝા, ઝકાત, સદકો, ઈબાદતો, પવિત્ર કુરાન ના પઠન અને તરાહવીની નમાઝ અદા કરવા શહેરની વિવિધ મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા અને નમાજ બાદ મૌલાન એ અલ્લાહ તમામ ગુન્હાઓને માફ કરી તેની રહેમતના સાયા માં પનાહ આપે એવી દિલી દુઆઓ સાથે તમામને રમઝાન ની તમામ ખુશીઓ, બરકતો અતા કરે તેવી દુઆ ગુજારવામાં આવી હતી,

રવી પરીખ હળવદ

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર