હળવદ : હળવદના ઘનશ્યામપુરમાં સ્વામિનારાયણ મંદિરના શતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં ત્રિ-દિવસીય રાત્રીય સત્સંગ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.સત્સંગ કથામાં આવનાર માટે પ્રસાદ પણ રાખવામાં આવ્યો છે.આ ત્રિ- દિવસીય રાત્રીય સત્સંગ કથામાં લોકોને આમત્રંણ આપવામાં આવ્યું છે.
હળવદના ઘનશ્યામપુરમાં સ્વામિનારાયણ મંદિરના શતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં ઘનશ્યામપુર(ગોરી) સત્સંગી સમસ્ત દ્વારા ત્રિ- દિવસીય રાત્રીય સત્સંગ કથાનું આગામી તા.8 થી 10 સુધી રાત્રે 8:30 થી 11 વાગ્યા સુધી નવા પ્લોટમાં,ઘનશ્યામપુર ખાતે આયોજન કરવામાં આવ્યું છે.સભા પુરી થયા બાદ પ્રસાદની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.તા.8ના રોજ ચરાડવાના સ્વામી દિવ્યપ્રકાશદાસ,તા.9ના રોજ ચરાડવાધામના સ્વામી ભક્તિવિહારીદાસ અને મુળીધામના સ્વામી વ્રજવલ્લભદાસ પ્રવચન આપશે.હળવદના સ્વામી સ્વરૂપદાસ પ્રેરક તરીકે ઉપસ્થિત રહેશે.કાંકરિયાના સ્વામી વાસુદેવાનંદ વિશેષ મહેમાન તરીકે હાજર રહેશે. આ કથાનો લાભ લેવા હરિભક્તોને અપીલ કરવામાં આવી છે
માળીયા (મીં) તાલુકાના મોટા દહીંસરા ગામે રેલવે ફાટક પાસે રમેશભાઈ રાઠોડની ઓરડીમાં રહેતા બે યુવકોનુ ગુંગળામણથી મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ ઝારખંડ રાજ્યના વતની અને હાલ માળીયા (મીં) તાલુકાના મોટા દહીંસરા ગામે રેલવે ફાટક પાસે રમેશભાઈ રાઠોડની ઓરડીમાં રહેતા કૂલદીપકુમાર ચુરામણ મહતો (ઉ.વ.૨૧) તથા ગોપાલકુમાર ગીરધારી મહતો (ઉ.વ..૨૦)...
મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ખારીમા સરકારી સ્કૂલની સામે ગ્રાઉન્ડમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ખારીમા સરકારી સ્કૂલની સામે ગ્રાઉન્ડમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો...
ટંકારા તાલુકાના હરીપર ગામના યુવક આરોપી મહિલા સાથે સંપર્કમાં આવતા યુવક અને સાહેદને રાજકોટ તથા ટંકારાના આસપાસના વિસ્તારમાં લઈ જઈ યુવકનો વિશ્વાસ કેળવી તે દરમ્યાન પાછળ અન્ય શખ્સોને બોલાવી યુવક તથા સાહેદનુ અપહરણ કરી ડરાવી ધમકાવી યુવક તથા સાહેદ પાસેથી રૂ.૦૬ લાખ રૂપિયા કઢાવી લીધા હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી...