Wednesday, September 25, 2024

હળવદ નગરપાલિકા વિસ્તારમાં આવતા વોર્ડ નં-7 સુનીલનગરમા પ્રાથમિક સુવિધાના અભાવે ચુંટણી બહિષ્કારના બેનેરો લાગ્યા 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદ નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર-7 સુનિલનગર વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના અભાવે રવિવારે સાંજે ચુંટણી બહિષ્કારના બેનરો સાથે સ્થાનિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. જેમાં વિકાસ નહીં તો વોટ નહીં તેમજ રોડ રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઈટ, ભુગર્ભ ગટર તેમજ સાફ સફાઈ સહિતના વિવિધ પ્રશ્નોને લઇને વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કારના બેનરો સાથે સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી હતી. તો સાથે આ વિસ્તારના નગરપાલિકાના સદસ્યો પણ ચૂંટણી ટાણે જ પક્ષ પલ્ટો કરતા જ સમસ્યા કોને સંભળાવવી તેવી અવઢવ સાથે ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી હતી.

મોરબી જિલ્લાના હળવદ શહેરના વોર્ડ નંબર-7 સુનિલનગર વિસ્તારમાં છેલ્લા 10 વર્ષ સ્થાનિક રહિશો પીવાના પાણી રસ્તા સહિતના વિવિધ પ્રશ્નોની પીડાય રહ્યા છે. અવાર નવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો નિકાલ નહીં આવતા રવિવારે સ્થાનિક રહીશો બેનરો પર ઉતરી આવ્યા હતા. જેમાં રોડ રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઈટ સહિતની સમસ્યાઓ માટે સુનિલનગરના ગેટ પાસે વિધાનસભાની ચૂંટણીના બહિષ્કારનું બેનર લગાવવામાં આવ્યું છે. ત્યારે હાલ વિધાનસભાની ચૂંટણી ટાણે પ્રાથમિક સુવિધાના અભાવના કારણે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો હતો આ અંગે અહીંના રહેવાસી પ્રકાશભાઈ વાઘેલા પ્રવિણભાઈ જણાવ્યું હતું કે હળવદ નગરપાલિકા ભાજપ સાશિત જ હોય અને વોર્ડ નંબર-7ના કોંગ્રેસના નગરપાલિકાના સદસ્ય ભાજપમાં ભળી જતા સ્થાનિક રહીશો પોતાની ફરિયાદ કોને સંભળાવે. તો સાથે હાલ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ શાસિત નગરપાલિકા તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવશે કે કેમ તેમજ અમો દર વર્ષે નગરપાલિકા પાણી વેરો ‌ નળવેરો સહિતના વેરો અમો નિયમિત ભરી છીએ તેમ છતાં અમારી સુનિલ સોસાયટીમાં વર્ષોથી વિવિધ પ્રશ્નોથી પીડાય રહ્યા છે સુનિલનગરમાં રહીશોએ કંટાળીને ચુંટણી નો‌બહિષકાર કરીને વિધાનસભા ચૂંટણી બહિષ્કાર કર્યોના બેનરો લગાવી વિરોધ પ્રદર્શન કરીને રાજીકીય પક્ષો અને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. સુનીલનગરના રહીશો દ્વારા ચુંટણીનો બહિષ્કાર કરતા રાજીકીય ગરમાવો વ્યાપી ગયો હતો.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર