બિયરની રેલમ છેલમ થાય તે પહેલા પોલીસે એક વ્યક્તિ ની ધરપકડ કરી
હળવદ તાલુકાના દેવળીયા ગામે ખેતમજૂરી કરતો બાબુ નામનો ખેત શ્રમિક ધનાળા ચોકડી નજીક બિયરના 42 ડબલા સાથે પકડાઈ જતા પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ધનાળા ચોકડી પાસેથી બાબુભાઇ નમેલીયાભાઇ તોમાર,રહે- પ્રવિણભાઇ દેવાભાઇ ઉર્ફે દેવાભગતની વાડીએ દેવળીયા તા.હળવદ જી.મોરબી મુળ રહે-ઉંબરવડા તા-કટીવાડા જી-જાંબવા મધ્યપ્રદેશ વાળો પાસ-પરમીટ આધાર વગર માઉન્ટ’સ 6000 ફાઇન સ્ટ્રોંગ લખેલ બીયર ટીન નંગ 42 સાથે મળી આવતા પોલીસે રૂપિયા 4200નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
