ફ્રેન્ડ્સ યુવા ગ્રુપ દ્વારા હળવદના ઇતિહાસમાં પ્રથમ વખત કિન્નરો દ્વારા ચકલી ઘર નું વિતરણ
ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા હળવદ શહેર ની અંદર અલગ અલગ સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ત્યારે ૨૦ માર્ચ વિશ્વ ચકલી દિવસ નિમીતે 1250 ચકલી ઘર 1050 પાણીના કુંડા નું વિતરણ કરવામાં આવ્યું હતું પરંતુ લોકોને વધુ માંગને ધ્યાને લઈ ફરી એક વખત આજે 1500 નંગ ચકલી ઘર તેમજ 1200 પાણીના કુંડા નું વિતરણ કરવામાં આવ્યું
આ કાર્યક્રમ મા હળવદમાં પ્રથમ વખત તેમજ કહી શકાય કે ગુજરાત મા ઇતિહાસની આ પ્રથમ એવી ઘટના હશે જ કે કિન્નરોના હસ્તે ચકલી ઘર તેમજ પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું કિન્નરોને સમાજમાં લોકો જે દૃષ્ટિથી જુએ છે તે જોવાનો દ્રષ્ટિકોણ બદલાય તેમ જ કિન્નરો પ્રત્યેની લોકોને નજર બદલાય તેવા હેતુથી આ કાર્યક્રમમાં ખાસ હળવદમાં આઠથી વધુ વર્ષોથી રહેતા કિન્નરોને બોલાવીને તેમના વરદ હસ્તે લોકોને ચકલી ઘર તેમજ પાણીના કુંડા આપવામાં આવ્યા
રવી પરીખ હળવદ
મોરબીના મહાસંઘ દ્વારા અધિકારીઓને સત્ય સનાતન ભારત શાશ્વત ભારત ગુણમય ભારત,ચિન્મય ભારત કેલેન્ડર અર્પણ કરાયું.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા દર વર્ષે અખિલ ભારતીય સ્તરેથી વિશિષ્ટ અને વિવિધ વિષયો સાથેનું વાર્ષિક કેલેન્ડર બહાર પાડવામાં આવે છે ગયા વર્ષે ધ્યેય વાક્યો મેં ઝલકતા સવત્વ ભારત કા વિષય હતો જેમકે સત્યમેવ...
મોરબીના ખ્યાતનામ શિક્ષણવિદ અને KG To PG ના વિદ્યાર્થીઓમાં અને વાલીઓમાં પ્રચંડ લોકપ્રિયતા,લાગણી અને પ્રેમ ધરાવતા પી. ડી. કાંજીયા સાહેબ કે જેમની કરિયરની શરૂઆત કરી ત્યારે 1992 થી 1995 ત્રણ વર્ષ સુધી કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવનના ગૃહપતિ તરીકે સેવા આપી હતી. નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ના સુપ્રીમો પી. ડી....
મોરબીમાં ઘણા દિવસોથી હાડ થિજાવતી ઠંડી બોકાસો બોલાવી રહી છે, ટાઢ ઉડાડવા માટે લોકો ગરમ તાપણાના સહારે આવી ગયા છે.તા. 18થી 22 સુધી 10-11 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની સંભાવના છે.
રાજ્યના વિવિધ જિલ્લાઓનું લઘુતમ તાપમાન 2 થી 6 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટતા ગુજરાતવાસીઓ ભુક્કા બોલાવતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે....