Friday, September 20, 2024

હળવદના વાંકીયા ગામે એક ડઝન ગામ ના ખેડૂતો નું સિંચાઈ ના પાણી પ્રશ્ને સંમેલન મળ્યું આંદોલન ની રણનીતિ ઘડી !!

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

આ વિસ્તારના ખેડૂતો ને નર્મદા કેનાલ નું પાણી વારંવાર રજુઆત કરવા છતાં નહી મળતા હવે ખેડૂતો આકરા પાણીએ

ઝાલાવાડ માં નર્મદા કેનાલ નો સૌથી વધુ લાભ હળવદ તાલુકા ને મળે છે પરંતુ તાલુકાના આજે પણ એવાં એક ડઝન એવા ગામો છે કે જ્યાં નર્મદા કેનાલ નું પાણી પાછલા સત્તર વર્ષ થી નથી પહોંચ્યું ખાસ તો તાલુકા માં અને જિલ્લાભર માં સૌથી વધુ બાગાયતી પાકો થાય છે તેવા જ વિસ્તારમાં નર્મદા કેનાલ હજુ પહોંચી નથી વારંવાર આ બાબતે સરકાર ને રજુવાત કરવા છતાં પણ આ સમસ્યા નું નિરાકારણ નહિ આવતા આજે આ વિસ્તારના બાર ગામો નું એક સંમેલન વાંકીયા ગામે મળ્યું હતું જેમાં આ અંગે ની તમામ રણનીતિ સાથે આંદોલન ની તૈયારીઓ કરી હોવાનું ખેડુતો દ્વારા જાણવા મળ્યું છે.


ઝાલાવાડ સહિત સમગ્ર જિલ્લા માં ઉનાળા ની શરૂઆત થઈ ગઈ છે હજુ શરૂઆત માં જ આગ ઝરતી ગરમી પડી રહી છે સાથે પીવાના પાણી ની પણ ગંભીર કટોકટી જોવા મળી રહી છે પણ હાલ કેનાલ પસાર થતી હોય તેવા વિસ્તારો માં મહદ અંશે મુસીબતો ઓછી જોવા મળે છે ત્યારે હળવદ પંથક ના બાર જેટલા ગામો કે જ્યાં મોટા ભાગે બાગાયતી પાકો ના ભરપૂર વાવેતર થાય છે એવા જ વિસ્તાર ના બાર ગામો આજે પણ નર્મદાના સિંચાઈ માટેના પાણીથી વર્ષોથી વંચિત છે આ બાબતે ઘણી રજૂઆતો આ પંથકના ખેડૂતો દ્વારા થયેલ છે પણ 17 વર્ષ થી કોઈ પરિણામ નહિ આવતા હવે ખેડૂતો આંદોલન નો માર્ગ અપનાવી રહ્યા નું વિચારી રહ્યા છે અગાઉ આવેલી ચૂંટણીઓ માં નેતાઓ ખાલી વચનો આપીને પાલન કરેલ નથી હવે ખેડૂતો આંદોલન ના મૂડ માં છે ત્યારે આજે આ વિસ્તારના બાર ગામો ના ખેડૂત અગ્રણીઓ ભેગા થયા હતા અને હવે પછીની રણનીતિ અંગે ની ચર્ચા કરી હતી અને જરૂર પડ્યે ગાંધીનગર ખાતે આંદોલન કરવાની તૈયારીઓ આરંભી હોવાનું જાણવા મળ્યું છે.

ઝાલાવાડ માં સૌથી વધુ નર્મદા કેનાલ નો લાભ હળવદ તાલુકા ને થયો છે પણ બીજી તરફ આ બાર ગામો આજે પણ નર્મદા ના પાણી થી વંચિત છે જેમાં રાતાભે, માથક, શિવપુર, ડુંગરપુર, માણેકવાડા, ખેતરડી, ચૂપણી, સમલી, વાંકીયા, રાયધ્રા, ઓળ નો સમાવેશ થાય છે.આ બાબતે આ વિસ્તાર ના પ્રગતિશીલ ખેડૂત કાળુભાઇ ચૌહાણ ના જણાવ્યા મુજબ સરકાર વનિકરણ અને વૃક્ષારોપણ માટે લાખો કરોડો બગડે છે તેના વિરોધસભાસમાં આ વિસ્તાર બાગાયતી ખેતી થકી ખેડૂતો દ્વારા લાખો કરોડો વૃક્ષો જેમાં આંબા, લીંબુ, ચીકુ, દાડમ વગેરે વાવેલા છે તેના જતન માટે સિંચાઇ નું પાણી નથી જેથી સત્વરે વ્યવસ્થા કરવી જોઈએ

રવી પરીખ હળવદ

 

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર