હળવદના ચરાડવા ગામે રોડ ઉપરથી યુવકનુ બે શખ્સોએ અપહરણ કર્યું
હળવદ: હળવદ તાલુકાના ચરાડવા ગામે પી.જી.વી.સી.એલ ઓફિસ સામે રોડ ઉપરથી યુવકનુ બે શખ્સોએ અપહરણ કર્યું હતું. આ બનાવ અંગે ભોગ બનનારના ભાઈએ આરોપી અજાણ્યા બે શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં રામેશ્વર હાઇટરસ, રામદાન આશ્રમ સામે મહેન્દ્રનગરમા રહેતા અને વેપારનો ધંધો કરતા મેહુલભાઈ મનસુખભાઇ ઇઢાટીયા (ઉ.વ.૨૭)એ આરોપી બે અજાણ્યા ઈસમો વિરૂદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૪-૦૪-૨૦૨૩ ના રોજ હળવદના ચરાડવા ગામે પી.જી.વી.સી.એલ ઓફિસ સામે રોડ ઉપરથી ફરીયાદીના ભાઇ અમિતભાઇ ઉ.વ.આશરે ૩૦ વાળાનું કોઇ અજાણ્યા બે ઇસમોએ કોઇપણ કારણસર અપહરણ કરી લઇ જઇ રૂમમાં પુરી રાખી રાખ્યો હોવાની ભોગ બનનારના ભાઈમેહુલભાઈએ આરોપી અજાણ્યા બે ઈસમો વિરૂદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૩૬૫,૧૧૪, મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.