હળવદના ચરાડવા ગામે યુવક પર પાંચ શખ્સોનો છરી ધોકા વડે હુમલો
હળવદ: હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં ઈશ્વરનગર ગામ તરફ જવાના રસ્તે વાડીના ફુવારાનુ પાણી બાજુના ખેતરમાં ઉડતા સારુ ન લાગતા યુવક ઉપર બે મહીલા સહિત પાંચ શખ્સોએ ધારીયા, ધોકો, અને છરી વડે હુમલો કરી મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ભોગ બનનારે હળવદ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા ધર્મેન્દ્રભાઈ નારાયણભાઈ સોનાગ્રા (ઉ.વ.૩૬) એ આરોપી ગણેશભાઇ શીવાભાઇ દલવાડી, અક્ષયભાઇ ગણેશભાઇ દલવાડી, નીલેશભાઇ ગણેશભાઇ દલવાડી તથા કંચનબેન ગણેશભાઇ દલાવાડી અને નીલેશભાઇની પત્ની. રહે બધા ચરાડવા તા-હળવદ વાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૮-૧૨-૨૦૨૨ ના રોજ સાંજના સવા ચાર થી સાડા ચાર વાગ્યા દરમ્યાન ફરિયાદીની વાડીના પાણીના ફુવારાનુ પાણી આરોપીના ખેતરમા ઉડતુ હોય જે આરોપીઓને સારૂ ના લાગતા ફરીયાદીના ખેતરમાં આવી ફરીયાદીને શરીરે આરોપી ગણેશભાઇએ ઉધા ધારીયાથી તથા આરોપી અક્ષયભાઇએ લાકડાના ધોકોથી તથા આરોપી નં નીલેશભાઈએ લોખડનો પાઇપથી ઘા મારી ફરીયાદીને ડાબી બાજુના પડખામાં પાંસળીના ભાગે બે ફેક્ચર કરી તથા વાંસાના ભાગે તથા ડાબા હાથમાં તથા છાતીના નીચેના ભાગે ફેફસાના ભાગે મુઢ ઇજાઓ કરી ફરીયાદીને ગાળો આપી આરોપીઓએ છરીના ઘોદા મારી મારી નાખવાની ધમકી આપી તેમજ આરોપી કંચનબેન તથા આરોપી નીલેશભાઈની પત્નીએ પાછળથી આવી ફરીયાદીને ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હોવાની ભોગ બનનાર ધર્મેન્દ્રભાઈએ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.