જે.નવીન સૌરાષ્ટ્ર સ્ટેટ ટીમ અન્ડર ૨૫ સી કે નાયડુ ટુર્નામેન્ટમાં પ્રોબેબ્લ સિલેક્ટ થયો છે જે ખેલાડી મોરબીના કોચ નિશાંત જાનીના માર્ગદર્શન હેઠળ તૈયારી કરી સિલેકશન પામ્યો છે
સી કે નાયડુ ટુર્નામેન્ટ માટે સિલેક્ટ થયેલ ખેલાડી જે નવીન બંને હાથથી બોલિંગ કરી સકે છે જે લેફ્ટ આર્મ સ્પીન અને રાઈટ આર્મ ઓફ સ્પીન બોલિંગ કરે છે તેમજ લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન છે બહુ ઓછા ખેલાડીઓ બંને હાથે બોલિંગ કરી સકતા હોય છે જેમાં નવીન સ્થાન પામે છે
ટુર્નામેન્ટ માટે પસંદગી પામેલ નવીન એક્સેલ સ્પોર્ટ્સ એકેડમીનો પ્લેયર છે જે ડીસ્ટ્રીકટ મેચમાં સેન્ચુરી મારી અને કુલ છ વિકેટ ઝડપી હતી નવીન સારા બોલર, બેટ્સમેન તેમજ અટેકીંગ ફિલ્ડર પણ છે ખેલાડીની સિદ્ધિ બદલ મોરબી ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસોના પ્રેસિડેન્ટ કાંતિભાઈ અમૃતિયાએ શુભેચ્છાઓ પાઠવી છે
મોરબી: શ્રી આર્યતેજ હોમિયોપેથીક મેડિકલ કોલેજ અને શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી મોરબી દ્વારા લક્ષ્મીનગર ખાતે મફત આરોગ્ય કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમા કુલ 64 દર્દીઓને આરોગ્યલાભ મળ્યો હતો.
આ હોમિયોપેથી વિભાગનો કેમ્પ ડૉ. સચિન કેસરી અને ડૉ. જિગિયા પાટડીયાના નેતૃત્વમાં અને ડૉ. મોતીલાલ મિશ્રાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો....
મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબી શહેરને સ્વચ્છ બનાવવા માટે સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જેના ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા મોરબીના સાવસર પ્લોટ ખાતેથી 09 ટન કચરાનો નિકાલ કરાયો અને ગંદકી કરનાર આસામીઓને દંડ ફટકાર્યો હતો.
મોરબી મહાનગરપાલિકા દ્વારા સાવસર પ્લોટ ખાતે શ્રમદાનનું આયોજન કરવામાં આવેલ. જેમાં કમિશ્નર, ડેપ્યુટી કમિશ્નર, મહાનગરપલિકા સ્ટાફ,...
મૂળ મોરબી તાલુકાના ખાખરાળા ગામના વતની અને હાલ મોરબી રહેતા હર્ષદભાઈ ગોરધનભાઈ વડાવિયાની પુત્રી આર્યાના જન્મદિવસની પ્રેરણાદાયક અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. આર્યાના જન્મદિવસ નિમિત્તે પિતા હર્ષદભાઈ અને માતા યોગીતાબેને કિડીયારૂ પુરીને જન્મદિવસની ઉજવણી કરી હતી.
વડાવિયા પરિવાર દ્વારા અબોલ જીવોનો ભંડારો ૫૧ નાળીયેરમા કીડીયારું ભરીને અલગ અલગ જગ્યાએ...