સંગઠન મહામંત્રી અને પ્રદેશના આગેવાનોની ખાસ ઉપસ્થિતિમાં મેરેથોન મીટીંગ
ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પક્ષ દ્વારા છેલ્લા કેટલાક સમયથી તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે સૌરાષ્ટ્રના તમામ જિલ્લા અને મહાનગરોના પ્રમુખો પ્રભારીઓ વગેરેની મિટીંગ મળી હતી.
ભાજપના ગુજરાતના સંગઠન મહામંત્રી વી. રત્નાકર, કચ્છના સાંસદ સભ્ય અને પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા સહિતનાઓની ઉપસ્થિતિમાં ગત્ રોજ કરણપરા ખાતે આવેલા શહેર ભાજપના મધ્યસ્થ કાર્યાલય ખાતે બપોરે એક વાગ્યાથી આ મીટીંગ ચાલુ થઈ અને સાંજે મોડે સુધી તે ચાલી હતી.
આ બેઠકમાં રાજકોટ જૂનાગઢ બોટાદ, મોરબી પોરબંદર સુરેન્દ્રનગર અમરેલી ગીર સોમનાથ દેવભૂમિ દ્વારકા સહિત 15 મહાનગર અને જિલ્લાઓના પ્રમુખો અને પ્રભારીઓ સહિત ૪૦ જેટલા આગેવાનો આ મીટીંગમાં ઉપસ્થિત રહ્યા છે.
મોરબીના શોભેશ્વર રોડના નાકા પાસેથી ચોરીના પાંચ મોટરસાયકલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સર્વેલસ સ્ટાફ શોભેશ્વર રોડના નાકા પાસે વાહન ચેકીંગમાં હોય તે દરમ્યાન એક શંકાસ્પદ મોટરસાયકલ જોવામાં આવેલ જેથી હાજર સર્વેલન્સ સ્ટાફે મોટરસાયકલ ચાલક ઇસમને રોકી ઇસમ...
મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં યુવક અને યુવતીએ કુવામાં કુદી આપઘાત કરી લેતા બંનેના મોત નિપજ્યા હતા. આ બનાવ અંગે પોલીસે તપાસ ચલાવી છે યુવક અને યુવતી વચ્ચે પ્રેમસંબંધ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
મળતી માહિતી મુજબ મૂળ પાટણ પંથકના વતની અને હાલ પીપળી રોડ પરની કેરામિટા સિરામિક નામની...
હોટલ માલિકે સોફ્ટવેર ઇન્સ્ટોલ કરાવી યુઝર આઈડી પાસવર્ડ સત્વરે મેળવી લેવાના રહેશે
મોરબી જિલ્લા ખાતે આંતરરાષ્ટ્રીય દરીયાઈ માર્ગથી કોલસા તથા મીઠાની મોટા પાયે આયાત તથા નિકાસ થાય છે. તેમજ મોરબી જિલ્લો ઔધોગિક દ્રષ્ટીએ ખુબજ મહત્વનો છે. જેમાં દેશ વિદેશથી મોટા પ્રમાણમાં સીરામીક ટાઇલ્સ ખરીદી માટે વેપારીઓ તથા ટુરિસ્ટો આવતા જતા...