ચિલ્ડ્રન યુનીવર્સીટી ગાંધીનગર દ્વારા ઓલ ગુજરાત અંન્ડર 9/11 સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક સ્કૂલ ના વિધાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં સાર્થક વિધામંદિર ના 8 વિધાથીઓ ખુબ સારું પ્રદર્શન કર્યું હતું
આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા ઓલમ્પિક એથ્લેટિક મીટ અંડર 9/11 નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
જેમાંથી 8 વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાના ટોપ 10માં રેન્ક મેળવ્યા હતા.જેમાં સ્ટેન્ડિંગ બ્રોડજંપમાં સમગ્ર રાજ્યમાં ધોરણ-6માં અભ્યાસ કરતા અધારા મહેક કમલેશભાઈ પ્રથમ ક્રમે,૬૦ મીટર વિઘ્નદોડમાં ધોરણ-3માં અભ્યાસ કરતી મોકાણા હેનીશ જયેન્દ્રભાઈ સમગ્ર રાજ્યમાં બીજા ક્રમે,થ્રો બોલ ધોરણ-૫માં અભ્યાસ કરતો મકવાણા આયુષ ગીરીશભાઈ સમગ્ર રાજ્યમાં બીજા ક્રમે,60 મી.વિઘ્ન દોડમાં ધો.3માં અભ્યાસ કરતી ડાંગર કાવ્યા રણવીરભાઈ સમગ્ર રાજ્યમાં પાંચમા ક્રમે,૬૦ મીટર વિઘ્નદોડમાં ધોરણ-3 અભ્યાસ કરતો સીતાપરા દીપ હિરેનભાઈ સમગ્ર રાજ્યમાં છઠ્ઠા ક્રમે,મેડિસીન બોલમાં ધોરણ-૬ અભ્યાસ કરતો જાડેજા દુષ્યંતસિંહ અર્જુનસિંહ સમગ્ર રાજ્યમાં સાતમા ક્રમે,60 મી.વિઘ્ન દોડમાં ધો.4માં અભ્યાસ કરતી ચાનીયા આઈશા મહમદભાઈ સમગ્ર રાજ્યમાં સાતમા ક્રમે,સ્ટેન્ડિંગ બ્રોડ જંપમાં ધો – 4 ટુંડિયા જતીન કમલેશભાઈ સમગ્ર ગુજરાતમાં આઠમા ક્રમે નંબર મેળવી શાળાની નામ રોશન કર્યું છે.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દર ત્રણ વર્ષે કાર્યકર્તા અભ્યાસ વર્ગ યોજવામાં આવે છે જેના ભાગરૂપે બે દિવસીય અભ્યાસ વર્ગનું સૌરાષ્ટ્ર સંભાગ:- 1 ના મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, રાજકોટ, જામનગર, દ્વારકા વગેરે જિલ્લાના અભ્યાસ વર્ગનું આયોજન મોરબીના સરસ્વતી શિશુમંદિર ખાતે કરવામાં આવ્યું હતુ .
જેમાં ગુજરાત પ્રાંતના મહામંત્રી પરેશભાઈ પટેલ...
મોરબીના ખોખરા હનુમાન રોડ પર પોલો સર્કલ પાસે આવેલ ઉમા કટીંગ ઝોન નામના કારખાનામાં ઓરડીમાં ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના ખોખરા હનુમાન રોડ પર પોલો સર્કલ પાસે આવેલ ઉમા કટીંગ ઝોન નામના કારખાનામાં મજુર ઓરડીમાં રહેતા અનિલભાઈ ગોપાલભાઈ (ઉ.વ.૩૦)...
મોરબી જિલ્લામાં વધી રહેલા ગુન્હા અટકાવવામાં સ્થાનીક પોલીસ પોહચી વળતી ન હોય જેથી જાણે SMC ને ઉચ્ચ અધિકારીઓએ છૂટો દોર આપી દિધો હોય તેમ જુદીજુદી જગ્યાએ રેઇડ કરી રહી છે ત્યારે અગાઉ કોલસા કૌભાંડ, દારૂના અડ્ડા પકડી પાડયા હતા ત્યારે ફરી એક વખત SMCએ રેઇડ કરી રંગપર ગામની સીમમાંથી...