Thursday, November 14, 2024

સારા સંસ્કારોથી પરિવારમાં દેવત્વ જાગે છે :- મહંત કનકેશ્વરીદેવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના ખોખરા હનુમાન ધામ ખાતે શ્રી રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે જે જેમાં આજે રમેશભાઈ ઓઝા અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા

મોરબીના ભરતનગર  નજીક આવેલા ખોખરા હનુમાન હરિહરધામ ખાતે રામકથા યોજાઈ છે.આજે રામકથાનો પાંચમો દિવસ છે. જેમાં કનકેશ્વરીદેવી દ્વારા શ્રોતાઓને રામકથાની સાથે જીવનમાં સત્સંગના મહત્વ અંગે સમજાવવામાં આવ્યું હતું જેમાં તેઓએ જણાવ્યું હતું કે

👉 કોઈ પણ પ્રકારની ખામી સ્વભાવની સુંદરતાથી ભરાઈ જાય છે અને સ્વભાવની સુંદરતા ભગવાનની કથા સાંભળવાથી પ્રાપ્ત થાય છે.
👉 ભગવાન પણ સ્વભાવથી જ જગતને જીતે છે.
👉 જેનો સ્વભાવ સુંદર છે તેમનું જ જીવન સુંદર છે.
👉 આપણે જ્યાં બેસીએ તે સ્થાન સુંદર બની જાય તે સ્વભાવ ની સુંદરતા છે.
👉 સ્નાન માત્ર મેલ ઉતારવા માટે નથી પણ સ્નાનથી ઈશ્વરીય શક્તિઓ પ્રાપ્ત થાય છે.
👉 સ્નાન કર્યા પછી ગતિ દેવ તરફ હોવી જોઈએ.
👉 સારા સંસ્કારોથી પરિવારમાં દેવત્વ જાગે છે.
👉 ભગવાનને પ્રસાદ નો ભોગ લગાવતાં લગાવતાં પ્રાપ્ત થતી કીર્તિ,યશ નો પણ ભોગ લગાવવો.
👉 ભોગ ભગવાન પચાવી શકે અને પ્રસાદ માણસ પચાવી શકે.
👉 ભગવાન ત્યાં સુધી ભોગથી તૃપ્ત ન થાય જ્યાં સુધી ભૂખ્યા ને ન જમાડીએ.
👉 લોકો કહે તેમ નહીં પણ શાસ્ત્રો કહે તેમ કરવાની જરૂર છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર