Monday, November 11, 2024

સરકારી મેડિકલ કોલેજ બાબતે નવો ઠરાવ પસાર કરી પ્રજા સમક્ષ મૂકવાની આપે કરી માગણી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

સરકાર દ્વારા મોરબીની સરકારી મેડીકલ કોલેજ રદ્દ કરાતા સામાજિક સંસ્થાઓ સંગઠનો અને વિરોધ પક્ષો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યાછે
આજ રોજ કોંગ્રેસ પક્ષે સરકારી મેડીકલ કોલેજ માટે ધરણા શરુ કર્યા છે તો આમ આદમી પાર્ટીએ આજે આવેદન પાઠવ્યું હતું
આમ આદમી પાર્ટી મોરબી જીલ્લા દ્વારા જીલ્લા કલેકટર મારફત રાજ્યના મુખ્યમંત્રીને આવેદન પાઠવી જણાવ્યું છે કે સરકારે ડીસેમ્બર ૨૦૨૦ માં મોરબી શહેરને ૧૦૦ સીટની સરકારી મેડીકલ કોલેજની મંજુરી આપી પરંતુ યેનકેન પ્રકારે ભજના મળતિયાઓને લાભ અપાવવા સરકારી મેડીકલ કોલેજમાંથી પ્રાઈવેટ મેડીકલ કોલેજની ફાળવણી કરવાની જાહેરાત થઇ છે જે અંગે આમ આદમી પાર્ટીએ તેમજ પ્રજાએ વિરોધ દર્શાવ્યો હતો
જેથી ભાજપના જીલ્લા પ્રમુખે એવું નિવેદન આપ્યું છે કે મેડીકલ કોલેજ જૂની શરત મુજબ જ એટલે કે સરકારી મેડીકલ કોલેજ સ્થપાશે ત્યારે વિરોધ બંધ કરાવવા ભાજપ પક્ષે વચગાળાનો રસ્તો કાઢ્યો હોય તેવું લાગી રહ્યું છે જો સરકાર મોરબીને સરકારી મેડીકલ કોલેજ આપવા માંગતી હોય તો તાત્કાલિક ધોરણે નવો ઠરાવ કરી પ્રજા સમક્ષ જાહેર કરવાની માંગ માંગ આમ આદમી પાર્ટીએ આવેદન પાઠવી કરી છે અને એક અઠવાડિયામાં નવો ઠરાવ કરવામાં ના આવે તો આમ આદમી પાર્ટી વિદ્યાર્થીઓ, વાલીઓ અને સામાજિક આગેવાનોને સાથે રાખીને વિરોધ પ્રદર્શન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે
જે આવેદન આપતી વેળાએ આમ આદમી પાર્ટી જીલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરિયા, તાલુકા પ્રમુખ દિવ્યેશભાઈ મગુનીયા, તાલુકા યુવા પ્રમુખ રમેશભાઈ સદાતીયા અને તાલુકા આઈટી ઇન્ચાર્જ લલિત ખરા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર