સવારે ૮:૩૦ કલાકે દરબારગઢ જૈન દેરાસર થી શોભાયાત્રા નીકળશે
મોરબીમાં મહાવીર સ્વામીનો 2620મો જન્મ કલ્યાણક મહોત્સવ ને લઈ ને સમસ્ત જૈન સમાજ માં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે મોરબીના સમસ્ત જૈન સમાજ દ્વારા સંયુક્ત રીતે જન્મ કલ્યાણકની ઉજવણી માટેના કાર્યકમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.જેમાં શોભાયાત્રા કાઢવામાં આવશે.આ ઉપરાંત યશોવિજય મહારાજ પ્રવચન આપશે.
મહાવીર સ્વામીનો 2620મો જન્મ કલ્યાણક મહોત્સવના ભાગરૂપે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.આ શોભાયાત્રા આગામી તા.14ને ગુરુવારના રોજ સવારે 8:30 કલાકે દરબારગઢ જૈન દેરાસરથી પ્રયાણ કરી,ગ્રીન ચોક,નગર દરવાજે થઈ જુના બસસ્ટેશનથી સાવસર પ્લોટ થઈને રામચોકથી વસંત પ્લોટ થઈને અરુણોદય હોલ,બોયઝ હાઈસ્કૂલ જશે અને ત્યાં ધર્મસભામાં ફેરવાય જશે.
આ કાર્યક્રમોમાં યશોવિજય મહારાજ પ્રવચન આપશે.મોરબીના સમસ્ત જૈન સમાજ દ્વારા આયોજિત આ શોભાયાત્રામાં કશળધારી બાળાઓ દ્વારા સામૈયા તેમજ 5 ફેટી દ્વારા મહાવીર સ્વામીના 14 સ્વપ્ન,ચાંદીનું પારણું તથા પ્રભુનો ફોટો શોભાયાત્રામાં પ્રદર્શન થશે.વ્યાખ્યાન પૂર્ણ થયે પ્રભાવના કરવામાં આવશે.તેમજ જે.એસ.જી.ગ્રુપ દ્વારા સર્વેને વઘારેલી ઠંડી છાશ આપવામાં આવશે.મહાવીર જયંતી નિમિતે સમસ્ત જૈન સમાજના લોકો પોતાની દુકાન/ઓફિસ અડધો દિવસ બંધ રાખી પાખી પાડવા અને દરેક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી છે.