શિવરાત્રિ ના પાવન પર્વ નિમિત્તે મોરબીનાં નવલખીરોડ પર આવેલા સુપ્રસિદ્ધ ત્રિલોકધામ મંદિર ખાતે વિવિધ કાર્યક્રમો રાખવામાં આવસે તેવુ આ મંદિર ટ્રસ્ટના પ્રમુખ શ્રી પ્રશાંત મહેતાની યાદીમાં જણાવાયુ છે.
ત્રીલોકધામ મંદિરે મહાઆરતી નું 1100 દિવડાની દીપમાળા નુ લાઈવ પ્રસારણ કરવામાં આસવે મહાશિવરાત્રી મહાપર્વ નિમિત્તે શિવ મહાપુજા અને ચાર પોરની વિશેષ પુજા રાત્રે આઠ વાગ્યે શરૂ થસે અને સવારે ચાર વાગ્યે પરીપુર્ણ કરવામાં આવસે રાત્રી દરમિયાન ભજનનો કાર્યક્રમ કરવામાં આવે છે તેમજ ભક્તો માટે ફરાળી પ્રસાદનું પણ આયોજન કરેલ છે મંદિમાં બિરાજતા તમામ દેવી-દેવતાઓનાં વસ્ર અલંકાર બદલાવવામાં આવસે ત્યાર બાદ તમામ દેવી-દેવતઓના ધ્વજારોહણ કરવામાં આવસે સવારથી રાત્રીનાં ચાર વાગ્યા સુધી મહાદેવને પ્રિય એવા ભાંગનો પ્રસાદ વહેંચવામાં આવે છે તો દરેક શિવ ભક્તોએ દર્શનનો લાભ લેવા પ્રશાંત મહેતા દ્વારા જણાવવામાં આવ્યુ છે.