Sunday, September 29, 2024

વ્યાજખોરોના ત્રાસમાંથી જાહેર જનતાને મુક્ત કરાવવા માટે મોરબી જીલ્લા પોલીસ દ્વારા “જનસંપર્ક” સભાનુ આયોજન 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: સામાન્ય નાગરીકોને વ્યાજખોરોની ચુંગલમાથી મુક્તિ અપાવવા તેમજ નાણા ધીરધાર કાયદાથી માહીતગાર કરવા લોક જાગૃતિ માટે તથા પોલીસ અને પ્રજા વચ્ચે પરસ્પર સંવાદનો હેતુ નિર્માણ કરવાના ઉદ્દેશથી અશોક કુમાર યાદવ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટનાઓની અધ્યક્ષતામા રાહુલ ત્રીપાઠી પોલીસ અધિક્ષક, મોરબીનાઓ દ્વારા લોક જાગૃતિના હેતુથી તા. ૧૨/૦૧/૨૦૨૩ ના રોજ ૧૨:૦૦ વાગ્યે સ્થળ મોરબીસીટી એ. ડીવીઝન પોલીસ સ્ટેશન પરેડ ગ્રાઉન્ડ ખાતે “જન સંપર્ક સભા”નું આયોજન કરવામા આવેલ છે.

આ જન સંપર્ક સભામાં વ્યાજખોરીની બદ્દી નાથવા તેમજ આવા ગંભીર બનાવોને બનતા અટકવવા માટે તેમજ વ્યાજખોરીથી પીડાતી પ્રજાના પ્રશ્નો સાંભળવા અને નિરાકરણ કરવા સાથો સાથ મોરબી જીલ્લાના Registrar of Co-operative Societies, Nationalised Bank/ Scheduled Bank / Co-operative Bank / Micro Finance Organization ને સંપર્ક કરી, ભારત સરકાર અને ગુજરાત સરકારના જુદાજુદા Lending Schemes ની લોન મેળવવાની વિગતો જરૂરીયાતમંદ લોકો મેળવી શકે તે માટે Pamphlets વિગેરે પ્રદર્શન ( Exhibition) નું આયોજન કરવા માટેની વ્યવસ્થા તમામ સંસ્થાઓ સાથે સંકલન કરી જનસંપર્ક સભામાં આ સંસ્થાઓ હાજર રહે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે.

આથી તમામ જાહેર જનતાને જન સંપર્ક સભામાં બહોળી સંખ્યામા જણાવેલ સ્થળે હાજર રહેવા અપીલ કરવામ આવેલ છે.

આ જનસંપર્ક સભામાં જાહેરમાં રજુઆત નહીં કરી શકનાર જાહેર જનતા નીચે જણાવેલ અધિકારીનો સંપર્ક કરી શકશે.

મોરબી જીલ્લા પોલીસ કંટ્રોલ રૂમ – 02822 243478

પોલીસ ઇન્સ.એલ.સી.બી.,મોરબી – 75678 88867

 પોલીસ ઇન્સ. એસ.ઓ. જી.,મોરબી–95377 99888

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર