Wednesday, September 25, 2024

વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે બ્રહ્માકુમારીઝ હળવદ ખાતે વૃક્ષારોપણ તેમજ સંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

જેમાં અતિથિવિશેષ તરીકે માનનીય હળવદ મામલતદાર સાહેબ શ્રી ભાટીસાહેબ જિલ્લા ભાજપા સંગઠન મંત્રી શ્રી જશુબેન પટેલ આર.એફ.ઓ. બેન શ્રી મનિષાબેન તથા તેમના સાથી કર્મચારી પ્રકૃતિપ્રેમી તથા સંગીતકાર શિક્ષકશ્રી રાજુભાઈ સાવલિયા ઉપસ્થિત રહ્યા હતા.

જેમાં પ્રકૃતિ ને સંતુલિત કરવા માટેના એક ઉમદા લક્ષ્ય સાથે વૃક્ષોનું મનુષ્ય જીવનના સામાજિક આર્થિક આધ્યાત્મિક એમ સર્વાંગી વિકાસ અર્થે શું મહત્વ રહ્યું છે તે અંગે ઉપસ્થિત પ્રકૃતિપ્રેમી ભાઈ-બહેનોને સમજાવવામાં આવ્યું સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સર્વ અતિથિઓની હાજરીમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું તેમજ ઉપસ્થિત સર્વેને રોપા વિતરણ કરી વ્યક્તિગત ઓછામાં ઓછા પાંચ વૃક્ષો નું યોગદાન આ પ્રકૃતિ માને કરીશું એવો સંકલ્પ લેવડાવવામાં આવ્યો. સાથે સાથે બ્રહ્માકુમારીઝના કલ્પતરુ કાર્યક્રમ અંતર્ગત ૭૫ લાખ વૃક્ષોના રોપણનુ લક્ષ્ય હોય આ વર્ષે હળવદ બ્રહ્માકુમારી દ્વારા ઓછામાં ઓછા 300 વૃક્ષોનું વિતરણ કરવાનો દ્રઢ સંકલ્પ કરવામાં આવ્યો અને અંતે મેડીટેશન તેમજ સંગીતના સૂર માધ્યમ દ્વારા પ્રકૃતિને આભાર વંદના વ્યક્ત કરી પ્રકૃતિ મનસા યોગદાન કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમની સફળતા માટે હળવદ બ્રહ્માકુમારીઝના ભાઈ બહેનોએ નિસ્વાર્થ સેવા દ્વારા પોતાનો પ્રકૃતિ પ્રેમ વ્યક્ત કર્યો હતો.

રવિ પરીખ હળવદ

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર