વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામના નિર્માણના સહયોગ અર્થે આયોજિત શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞનું આજે સમાપન થયું. અમદાવાદના સાયન્સ સિટી સ્થિત નિરમા પ્લોટમાં આયોજિત શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞમાં 7 દિવસમાં ગિરિરાજ ઉત્સવથી લઈ શ્રી કૃષ્ણ-રૂકમણિ વિવાહ સુધીના તમામ ઉત્સવોની રંગેચંગે ઉજવણી થઈ અને પૂજ્ય કથાકાર જિજ્ઞેશદાદાના સ્વમુખેથી કથાનું રસપાન થયું. શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞમાં 7 દિવસમાં 60 હજાર વધુ ભાવિ-ભક્તોએ કથાનું રસપાન કર્યું તો 30 હજારથી વધુ ભાવિ-ભક્તો મા ઉમિયાનો રોજે રોજ ભોજન પ્રસાદ લીધો. આજે સવારે આનંદોત્સવની ઉજવણી સાથે 500થી વધુ સ્વંયસેવકોનું સન્માન પણ કરાયું હતું. ઉલ્લેખનીય છે કે શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞની સાથો સાથ વિશ્વઉમિયાધામના હું પણ પાયાનો પિલ્લર અભિયાનમાં વિશ્વભરના સર્વ સમાજના અત્યાર સુધીમાં 1160 મહાનુભાવો જોડાયા છે. ન માત્ર પાટીદાર પરંતુ સનાતન ધર્મના 10થી વધુ સમાજ અને 50થી વધુ અમેરિકા અને કેનેડાના નાગરિકો પણ વિશ્વઉમિયાધામના પાયાના પિલ્લર બન્યા છે.
ભારતને વિશ્વગુરૂ બનાવવાના સંકલ્પ સાથે વિશ્વઉમિયાધામ કામ કરી રહ્યું છે: આર.પી પટેલ
આ અંગે વધુ વાત કરતા વિશ્વઉમિયાધામના પ્રણેતા અને પ્રમુખ આર.પી.પટેલે જણાવ્યું કે વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીના ભારતને વિશ્વગુરૂ બનાવવાના અભિયાનમાં વિશ્વઉમિયાધામનું પાયાનો પિલ્લર અભિયાન સહભાગી થયું અને ભારતને વિશ્વગુરૂ બનાવવાની દિશામાં કામ કરશે. વિશ્વના 1440 મહાનુભાવોને પાયાના પિલ્લર બનવાનો લાભ પ્રાપ્ત થવાનો છે જેમાંથી 1160 મહાનુભાવોને લાભ પ્રાપ્ત થયો છે હવે માત્ર 280 મહાનુભાવોને જ ધર્મસ્તંભનો લાભ પ્રાપ્ત થશે.
મોરબી: શ્રી પોલીસ લાઈન કુમાર તાલુકા શાળા મોરબી દ્વારા બેગલેસ ડે અંતર્ગત પોલીસ લાઈન પ્રીમિયર ક્રિકેટ લીગનું આયોજન વાવડી ખાતે આવેલ બોક્સ ક્રિકેટમા કરેલ.
જેમાં ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓની કુલ ચાર ટીમે ભાગ લીધો હતો. આ ચાર ટીમમાં ટાઈગર ઇલેવન જેમના કોચ દેવાયતભાઈ, લાયન ઇલેવન જેમના કોચ રાકેશભાઈ,...
આ ફરિયાદ પણ બીઝનેસ પોલિસી મુજબ નોંધાઇ છે કેમ કે હાલ મોરબી માં કોલસા કટિંગ ના અનેક હાટડા આવેલા હોઈ જેમાં ધંધા અને ભાવ ને લઈ ને નિયંત્રણ રહે એ માટે આ રેડ થઈ હોવાની પણ ચર્ચા ચાલી રહી છે
મોરબી જિલ્લામાં સિરામિક ઉદ્યોગ ખૂબ ફુલ્યો ફાલ્યો છે ત્યારે કારખાનામાં...
મોરબી તાલુકાના લાલપર ગામે રહેતા યુવકે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લાલપર ગામે રહેતા જયેશભાઇ આશારામભાઈ મોરી (ઉ.વ.૨૮) નામના યુવકે પોતાના ઘરે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ...