Friday, January 10, 2025

વાડીની ઓરડીમાં જુગાર રમતા પાંચ પત્તા પ્રેમી ઝડપાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

જુગારીઓ પાસે થી ૧.૧૭ લાખનો મુદામાલ જપ્ત કરાયો

મોરબીના રાજપર ગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાં દરોડો કરીને એલસીબી ટીમે જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપી લઈને ૧,૧૭,૫૦૦ ની કિમતનો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી એલસીબી ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન રાજપર ગામની માલસરા તરીકે ઓળખાતી સીમમાં આવેલ વાડીની ઓરડીમાં જુગારની બાતમી મળતા ટીમે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા મનસુખ પટેલ, કિશોર પટેલ, કાંતિભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ અને સુરેશભાઈ પટેલ ને ઝડપી લઈને ૧,૧૭,૫૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે તો રેડ દરમિયાન આરોપી શાંતિલાલ પટેલ નામનો આરોપી ફરાર થયો હોય જેના વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

આ કામગીરીમાં મોરબી એલસીબી પીઆઈ વી બી જાડેજા, પીએસઆઈ એન બી ડાભી, દિલીપભાઈ ચૌધરી, ચંદુભાઈ કણોતરા, નીરવભાઈ મકવાણા, વિક્રમસિંહ બોરાણા, દશરથસિંહ પરમાર, ભરતભાઈ જીલરીયા, ભગીરથસિંહ ઝાલા સહિતની ટીમ જોડાયેલ હતી

 

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર