મોરબી નજીક આવેલા લાલપર ગામ ખાતે શ્રી રામ રાજ ગૌશાળા લાલપર ના લાભાર્થે શ્રી રામ પારાયણ જ્ઞાનયજ્ઞ શ્રી રામકથાનું લાલપર ગામ સમસ્ત તારીખ 13/ 5/ 22 થી ભવ્ય આયોજન કરવામાં આવેલ હોય કથાકાર શ્રી વેદાંતચાર્ય ડોક્ટર દિલીપ જી પોતાની સંગીત મય ભાવવાહી શૈલીમાં ભક્તોને રામકથાનું રસપાન કરાવી રહ્યા છે
આજ રોજ શ્રી રામકથા નાં પાંચમા દિવસે શ્રી લાલપર ગામ સમસ્ત તથા લાલપર યુવા ગ્રુપ દ્વારા રામરાજ ગૌશાળા લાલપર ના લાભાર્થે આજ રોજ તારીખ 17/5/2022 રાત્રે 9:00 ભવ્ય સંત વાણીનો કાર્યક્રમ રાખેલ હોય આ સંતવાણી પ્રોગ્રામ ભજનીક કલાકાર ગોપાલ સાધુ અને તેમના સાથી કલાકારોની ટીમ ભજનોની રમઝટ બોલાવશે તો તમામ ધર્મ પ્રેમીઓને સંતવાણી કાર્યક્રમ મા પધારવાનું ભાવભીનું આમંત્રણ આપવામાં આવે છે
