રેડલેબલ સ્કોચની બે બોટલ સાથે એક ઝડપાયો
મોરબી સિટી એ ડિવિઝન પોલીસે લાતી પ્લોટ-8માં લુકસ ફર્નિચર નજીકથી આરોપી બળદેવસિંહ ગંભીરસિંહ જાડેજા,રહે.મોરબી વાવડીરોડ મારૂતિનગર શેરીનં-1,મુળ રહે.તારાણા મોરાણા તા.જી.જોડીયા વાળાને જ્હોની વોકર રેડલેબલ સ્કોચ વ્હીસ્કીની બોટલ નંગ -2 કિંમત રૂપિયા 3140 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.