પેપર લીક ભરતી કૌભાંડ જેવા અનેક મુદ્દે સરકાર સામે અવાજ ઉઠાવતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પર નોંધાયેલ હત્યા પ્રયાસ સહિતના કેસો પાછા ખેંચવાની માગણી સાથે મોરબીમાં કરણી સેના અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને મોરબી રાજપૂત સમાજ દ્વારા કલેકટરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી
આ રજુઆતમાં જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતમાં ઘણા સમયથી પરીક્ષામાં એનકેન પ્રકારે ગોટાળાઓ થતાં પરીક્ષાઓ લેવાય તે પહેલાં પેપરો ફૂટી જવાના બનાવો સામે આવ્યા હતા અત્યારે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ મીડિયાના માધ્યમથી આ બાબતને ઉજાગર કરતા અને સરકાર સામે અવાજ ઉઠાવતા સરકારને બિન સચિવાલય ની અને ક્લાર્ક જેવી અનેક પરીક્ષાઓ રદ કરવાની ફરજ પડી હતી વિદ્યાર્થીઓના ભવિષ્ય ની સુરક્ષા ઓ ને લઈને સરકાર સામે અવાજ ઉઠાવી યુવરાજસિંહ લડત ચલાવી રહ્યા હોય ગાંધીનગર પોલીસ દ્વારા યુવરાજસિંહ ઉપર ખોટી રીતે લગાવેલ કલમ 114 /307અને 332 હટાવી ઝડપથી ધરપકડ માંથી મુક્તિ આપવાની માંગ સાથે કલેકટરને આવેદન આપ્યું હતું અને જરૂર પડ્યે લડત ની તૈયારી પણ દર્શાવી હતી.
સમાજમાં આજે મહિલા સશક્તિ કરણની અને સામાજીક સમાનતાની દિશામાં સામાજીક સંસ્થાઓ તેમજ સરકાર દ્વારા અનેકવિધ પ્રવૃતિઓ ચાલી રહી છે. ત્યારે મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી દ્વારા કન્યાદાન પ્રોજેક્ટ અંતર્ગત નિર્ભરતા અને સમર્થન માટે એક આગવો અને અનુકરણીય પ્રયાસ કરવા સાથે સંસ્થાનો હેતુ સિદ્ધ કરવા સાથે સમાજ ઉપયોગી કાર્યોની યસ કલગીમાં...
ટંકારા: ટંકારા તાલુકાના નેકનામ ગામેથી વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે એક ઈસમને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન ટંકારા તાલુકાના નેકનામ ગામે વનરાજસિંહ ઝાલાની વાડીએ મનુભાઈ ખાતરાભાઈ બામણીયા (ઉ.વ.૩૫) એ વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૩ કિં રૂ.૯૦૦...
મોરબી: મોરબી કિંગ પેલેસ રવાપર રોડ પરથી જાહેરમાં વિદેશી દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી કિંગ પેલેસ રવાપર રોડ પરથી જાહેરમાં આરોપી કાનજીભાઇ દેવજીભાઈ પરમાર (ઉ.વ.૩૫) રહે. જેલરોડ પાસ વણકરવાસ...