યશ ભારતી એવોર્ડ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા આપવામાં આવેલ સર્વોચ્ચ સન્માન છે. આ એવોર્ડ સાહિત્ય, સમાજ સેવા, પત્રકારત્વ, તબીબી, સંસ્કૃતિ જેવા અન્ય ઘણા ક્ષેત્રોમાં યોગદાન આપવા બદલ આપવામાં આવે છે. 1994 માં, સમાજવાદી પાર્ટીની સરકાર દરમિયાન મુલાયમસિંહ યાદવે યશ ભારતી એવોર્ડ યોજના શરૂ કરી હતી.
ઉત્તર પ્રદેશ સરકાર યશ ભારતી એવોર્ડ યોજનાના સ્થાને એક નવો એવોર્ડ શરૂ કરવા જઈ રહી છે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની ઈચ્છા મુજબ યુપી સરકાર દ્વારા કલાકારો, સામાજિક કાર્યકરો, સંસ્કૃતિ કાર્યકરો અને બૌદ્ધિકોને સન્માન આપવા માટે એક એવોર્ડ શરૂ કરવામાં આવી રહ્યો છે.
યુ.પી.ના આયોજન વિભાગ દ્વારા આ એવોર્ડનું નામ પણ નક્કી કરવામાં આવ્યું છે. આ નવો એવોર્ડ ‘રાજ્ય સંસ્કૃતિ પુરસ્કાર’ તરીકે આપવમાં આવશે ઉલ્લેખનીય છે કે આ એવોર્ડ્સ કુલ 25 લોકોને આપવામાં આવશે. આ યોજનાનો સૌથી મોટો એવોર્ડ 5 લાખ રૂપિયા હશે, જે પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના નામે આપવામાં આવશે.
વર્ષ ૨૦૧૨ માં સપાની સરકાર આવ્યા પછી મુખ્ય પ્રધાન અખિલેશ યાદવની પહેલથી આ એવોર્ડ્સ ફરી વર્ષ ૨૦૧૫ માં શરૂ કરવામાં આવ્યા હતા. તે વખતે ઇનામની રકમ વધારીને 11 લાખ રૂપિયા કરવામાં આવી હતી. આ સાથે એવોર્ડ મેળવનારને 50,000 રૂપિયાની આજીવન પેન્શન આપવાની જોગવાઈ પણ કરવામાં આવી હતી. પરંતુ નવા એવોર્ડ્સમાં સૌથી મોટી રકમ 5 લાખ રૂપિયાની હશે, જે પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના નામે આપવામાં આવશે.