Wednesday, September 25, 2024

મોરબી સીરામીક ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના કારખાનેદારો સાથે ઔધોગિક સલામતી વિષયક સેમિનાર યોજાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ગુરુવાર અને તા-૦૯/૦૬/૨૦૨૨ રોજ સાંજે ૫ થી ૭ દરમ્યાન મોરબી સીરામીક ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના કારખાનેદારો સાથે ઔધોગિક સલામતી વિષયક સેમિનાર રાજકોટના જોઈન્ટ ડાયરેક્ટર, ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્ય શ્રી એચ.એસ.પટેલની અધ્યક્ષતામાં યોજેલ જેમાં ઉદ્યોગોમાં અકસ્માતનું પ્રમાણ ઘટે તથા સુરક્ષિત વાતાવરણમાં શ્રમિકો કામગીરી કરી શકે તે અંગેની સમજૂતી આપવામાં આવેલ.


કારખાનામાં શ્રમયોગીઓની સુરક્ષા અને સલામતીમાં વધારો થાય અને કારખાનાઓમાં અકસ્માતનું પ્રમાણ ઘટે તે માટે કારખાનાઓમાં સલામતી અને સુરક્ષા પ્રત્યે જાગૃતતા વધે આ હેતુ થી સલામતી અને સુરક્ષા અંગે તાલીમ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ .. જેમાં અધિકારી દ્રારા દશ્યશાવ્ય સાધનો તથા પ્રેક્ટિકલ કરીને આફત સમયે કઇ રીતે શ્રમયોગીને બચાવી શકાય તેની સમજુતી આપવામાં આવી હતી
આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના વિવિધ ઉધોગકારો હાજર રહેલ તેમજ મોરબી સીરામીક ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના વિવિધ પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા, કિરીટભાઈ પટેલ, વિનોદભાઈ ભાડજા, હરેશભાઇ બોપલીયા, અને માજી પ્રમુખ મુકેશભાઇ ઉઘરેજા તથા મોરબી ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરીના ડેપ્યુટી ડાયરેક્ટર જે.એમ.દ્વિવેદી, આસિસ્ટન્ટ ડાયરેક્ટર યુ.જે.રાવલ, અન્ય અધિકારી પી.એમ.કલસરિયા વગેરે હાજર રહીને પ્રોગ્રામને સફળ બનાવેલ. તથા સેફ્ટી ટ્રેનર શૌલેન્દ્રસિંગ દ્રારા સહેલી રીતે કઇ કઇ રીતે શ્રમયોગી ના જીવન બચાવી શકાય તે સમજુતી આપી હતી

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર